વાઘુરામાં યુવાન ઉપર ધોકાથી થયો હુમલો

ગાંધીધામ, તા. 16 : મુન્દ્રાના વાઘુરા ગામમાં ટુલ્સ(સાધન) લેવાના મુદે એક શખ્સે ધોકા વડે હુમલો કરતા એક યુવાનને નાકમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. વાઘુરામાં રહેનારો રાજેશ કાના ચાવડા નામનો યુવાન ગઈકાલે સવારે પોતાના ગામની હોટલે ગયો હતો.આ યુવાન ચા પીવા બેઠો હતો ત્યારે ત્યાં બાબુ દુદા ચાવડા નામનો શખ્સ આવ્યો હતો. ફરીયાદી યુવાન  જે ટુલ્સ(સાધન) ઉપર બેઠો હતો તે સાધન આરોપીએ ખેંચીને લઈ લેતાં ફરીયાદી તેને સમજાવવા  જતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ધોકા વડે હુમલો કરતા રાજેશના નાકમાં ઈજાઓ પહોંચી હતી. તેને નાકમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હોવાનું પોલીસે જણાવ્યુ હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer