વાગડના બિસમાર રસ્તાઓ સંદર્ભે રાપરના ધારાસભ્ય ઊતર્યા રસ્તા પર

વાગડના બિસમાર રસ્તાઓ સંદર્ભે રાપરના ધારાસભ્ય ઊતર્યા રસ્તા પર
રાપર, તા. 15 : વાગડ વિસ્તારમાં બિસમાર રસ્તાઓ સંદર્ભે રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા રસ્તા પર ઊતર્યા હતા. ખાડાપૂજન કરી વિરોધ?નોંધાવ્યો અને નેશનલ હાઇવેનું સમારકામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. ધારાસભ્યે સરકાર સમક્ષ રોષ ઠાલવતાં જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી સત્તામાં બેઠેલી આ સરકાર કોઇનો અવાજ સાંભળવા જ તૈયાર નથી,  ત્યારે વિપક્ષનો અવાજ પણ દબાવવાનો પ્રયાસ કરે છે. બિસમાર માર્ગોના લીધે રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર અકસ્માતો સર્જાય છે, તેવી ગંભીર સ્થિતિમાં સરકાર પાયાની જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળ નીવડી છે. નેશનલ હાઇવેની સ્થિતિની વાત કરતાં જણાવ્યું કે, ઠેકઠેકાણે તૂટેલા હાઇવેથી પણ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ ખરાબ રસ્તાઓની સીધી જ અસર લોકોના આરોગ્ય પર પણ પડે છે અને ઘણા લોકોને જીવ ગુમાવવાનો સમય આવે છે. રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના તમામ ખરાબ રસ્તાઓનો સર્વે હાથ?ધરી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની માંગ રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ કરી હતી. ધારાસભ્ય સાથે કોંગ્રેસના જિલ્લા અને રાપર તાલુકા-શહેરના અગ્રણીઓ, ખેડૂતો જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer