નાની ખોંભડીમાં વીજશોકથી વધુ મોર-ઢેલે જીવ ગુમાવ્યો

નાની ખોંભડીમાં વીજશોકથી વધુ મોર-ઢેલે જીવ ગુમાવ્યો
નખત્રાણા, તા. 1પ : હજુ તો એકાદ દિવસ અગાઉ નખત્રાણા તાલુકાના નાની ખોંભડીની સીમમાં ખાનગી કંપનીના વીજ વાયરના સંપર્કમાં આવતાં મોરનું મૃત્યુ થયું હતું. ફરી પાછા નાની ખોંભડી ગામની સીમમાં એન.આર.કોમ. કંપનીના વીજ ટાવરના જીવતા વીજ વાયરોના સંપર્કમાં આવતાં આ રૂપકડાં પક્ષી ઢેલ અને મોરનું મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. બે દિવસ અગાઉ બનેલા ઢોર-મોરનાં મૃત્યુના બનાવના પગલે તેની જાણ જાગૃત નાગરિકોને થતાં વનતંત્રને જાણ કરવામાં આવી હતી. વનખાતાની ટીમે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું. ગ્રામજનોના જણાવ્યાનુસાર આ રીતે વીજશોક લાગવાથી ઉપરાઉપરી મોરનાં મોત થતાં આ રાષ્ટ્રીય પક્ષીની સંખ્યા આ વિસ્તારમાં ઘટતી જશે તો પર્યાવરણપ્રેમીઓની ચિંતાનો વિષય બન્યો હોવાનું સામાજિક કાર્યકર જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer