ગાંધીધામ-અંજારમાં જરૂરિયાત મુજબ બેડની સંખ્યા વધશે

ગાંધીધામ-અંજારમાં જરૂરિયાત મુજબ બેડની સંખ્યા વધશે
આદિપુર, તા. 15 : મહામારી કોરોનાના સંક્રમણના કારણે વધતા જતા દર્દીઓની સારવાર માટે અહીંની મુરીજ મંગનાની હોસ્પિટલ (ન્યૂહરિઓમ)નું કોવિડ-19 દવાખાના તરીકે ભુજ અને ગાંધીધામના ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય અને માલતીબેન મહેશ્વરી રાજ્યના આરોગ્ય કમીશ્નર જયપ્રકાશ શિવલહેરે જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી. કે. પ્રભારી રાજકુમાર બેનિવાલની ઉપસ્થિઋતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સુધરાઇ પ્રમુખ કાનજીભાઇ ભાર્યા,  અંજારના પ્રાંત અધિકારી ડો. વી. કે. જોશી, હરિઓમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટઇંાu ડો. જી જે. ખાનચંદાણી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, ભુજના સીવીલ સર્જન ડો. કશ્પય બૂચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાવાખાનામાં 16 આધસીયુ સહિત 34 પથારીની સુવિધા ઉપલબ્ધ કરવાઇ છે. આ પ્રસંગે રાજ્ય સરકારની 104ની સુવિધા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને અનુદાનિત વાહનનું પણ લોકાર્પણ કરાયું હતું. આ વાહનનો માલિક ખર્ચ ચેમ્બર ભોગવશે. એવું ચેમ્બરના પ્રમુખ અનિલ જૈન, ઉપપ્રમુખ તેજાભાઇ કાનગડ અને મંત્રી આશિષ જોશીએ જણાવ્યું હતું.  આ વાહન જે તે સ્થળ પર કોરોનાના દર્દીનો ટેસ્ટ કરશે જેથી અતિ જરૂરતમંદોને હોસ્પિટલ સુધી ધક્કઊંાઁ ન ખાવોપ ડે જ માટે તબીબી કર્મીએ વિ.ની. આનુસંગિક   વ્યવસ્થા સરકાર ગોઠવશે ગાંધીધામ/અંજારમાં 130 જેટલા કોરોના ના દર્દીઓની સુવિધા છે જેમાં સ્ટર્લીંગ હોસ્પિટલમાં સંખ્યા 36થી વધારીને 60 કરાશે તથા નવી સુવિધામાં એમ.એમ. હોસ્પિટલમાં 34, સેટે જોસેફ હોસ્પિટલમાં 40 અને ડીપીટીના દ્વાખાનામાં પર પથારીની જોગવાઇ કરવામાં આવશે એવી માહિતી અપાઇ હતી. દરેક હોસ્પિટલમાં હેલ્થ ડેસ્ક અને નોડેલ ઓફિસરની સુવિધા રહેશે. કેન્દ્રીય દેખરેખ કાર્યાલય અંજારની પ્રાંત અધિકારી કચેરી ખાતે શરૂ કરવામાં આવશે.એમ.એમ. હોસ્પિટલમાં કેરોના સારવાર કેન્દ્ર ની આવ-જા અલાયદી રહેશે. જે માટે પ્રથમ માળ અપાયો છે. દવાખાનાની નિયમિત સેવાઓ કાર્યરત જ રહેશે. એવું ડો. ખાનચંદાણીએ ઈજણાવ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત દૂધરેજીઆ, અગ્રણી વિજયસિંહ જાડેજા, આઇએમએ પ્રમુખ ડો. ભાવિક ખત્રી,મંત્રી ડો. સુનિલ સૂર્યવંશી, ગુજઉંરાત ફેમીલી ફીજીશીઅને એસો.ના પ્રમુખ ડો. અશોક ઠક્કઉંર, ડો. જઞયેશ રાઠોડ, ડો. સરિતા ગોસ્વામી, ડો. બલવંત ગઢવી, અગ્રણીઓ નરેશ બુલચંદાણી, પ્રો એચ. કે. ક્રીપલાણી, ચંદ્રુ અડવાણી, પારસ ધીરેન મહેતા વિ. ઉપસ્થિતિ રહ્યા હતા. હરિઓમ ટ્રસ્ટના પ્રમુખ ચંદર મંગનાની, ટ્રસ્ટઇંાu તુલસી સુજાને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer