મોટા કપાયા પાસે છ લાખની ટ્રેઇલરની ટ્રોલી ચોરી જવાઇ

ભુજ, તા. 15 : મુંદરા તાલુકામાં મોટા કપાયા ગામ નજીક ખાનગી યંત્રાલયની બહારથી આર્ચિયન કંપનીની રૂા. છ લાખની કિંમતની ટ્રેઇલરની ટ્રોલી ચોરાઇ જતાં આ મામલે પોલીસ ફરિયાદ લખાવાઇ છે. આર્ચિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અનિલ પાનદાસ શ્રીમાળી (રે. ગાંધીધામ) દ્વારા લખાવાયેલી ફરિયાદ મુજબ કંપનીનું લેલેન્ડ કંપનીનું ટ્રેઇલર ટ્રોલી સાથે મરંમત માટે રખાયું હતું ત્યારે આ તસ્કરી થઇ હતી. તા. 22/8થી 12/9 દરમ્યાન આ કિસ્સો બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. મુંદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer