અંગ્રેજી દારૂના કેસમાં નાસતો ફરતો આશાપરવાસી ઝડપાયો

ભુજ, તા. 15 : અંગ્રેજી પ્રકારનો દારૂ પકડાવાના કેસમાં દશ મહિનાથી કાયદાના રક્ષકોથી ભાગતા ફરતા આરોપી લખપત તાલુકાના આશાપર ગામના શિવુભા સતુભા સોઢાને વાયોર પોલીસે પકડી પાડયો હતો.પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ વર્ષ 2019માં દારૂનો આ ગુનો દાખલ થયા બાદ શિવુભા સોઢા હાથમાં આવ્યો ન હતો. દરમ્યાન તેના વિશે બાતમી મળ્યા બાદ વાયોર પોલીસની ટુકડીએ ફોજદાર આર.યુ. ઝાલાની રાહબરીમાં ધસી જઇને તેને દબોચી લીધો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer