નખત્રાણામાં 50થી વધુ ગૌવંશના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાવાઈ

નખત્રાણા, તા. 15 : અહીંના હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષાદળની ટીમ દ્વારા નખત્રાણા હાઈવે તેમજ મુખ્ય માર્ગ પર રાત્રિ દરમિયાન ગૌમાતાના અકસ્માત થાય છે જેમાં અનેક વખત ગૌમાતા દેવલોક પામ્યા છે, તેમજ ગંભીર ઈજાઓ પહોંચે છે.ગૌમાતાને એમના માટે આરક્ષિત કરેલી ગૌચર  ભૂમિ જ્યાં સુધી પુન: હસ્ત સોંપણી કરવામાં ન આવે ત્યાં સુધી ગૌમાતા તેમજ ગૌવંશ શહેરમાં ફરશે, પરંતુ ત્યાં સુધી રસ્તા ઉપર અકસ્માત થવાની સંભાવના ન રહે એ અર્થે હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષાદળ નખત્રાણાની ટીમ દ્વારા ગૌમાતા તેમજ નંદીના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. પ્રથમ દિવસે 50થી ઉપર ગૌમાતા તેમજ ગૌવંશને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. આ સેવા-કામગીરીમાં હિન્દુ યુવા સંગઠન પશ્ચિમ કચ્છ ગૌરક્ષા અધ્યક્ષ જશવંતગિરિ આર. ગોસ્વામી,  હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષાદળ નખત્રાણા તાલુકા મંત્રી જયપાલાસિંહ જાડેજા, હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષાદળ  નખત્રણા શહેર ઉપપ્રમુખ વાઘાભાઈ રબારી, હિતેનભાઈ કેસરાણી તેમજ ગૌરક્ષાદળ નખત્રણાની ટીમ તેમજ ગૌપ્રેમીઓ આ સેવા-કામગીરીમાં જોડાયા હતા તેમજ અવાર-નવાર સરકાર પાસે ગૌવંશ અભયારણ્ય બનવાવા તેમજ ગૌસૈનિકની ભરતી, ગૌવંશ આધારકાર્ડ બનાવવા રજૂઆત કરવામાં આવે છે, તો સરકાર વહેલી તકે  અમારી માગણીઓ સંતોષે તેવી આશા સરકાર પાસે રાખીએ છીએ.આ મહિનામાં વધુમાં વધુ ગૌમાતાને રેડિયમ પટ્ટી લગાવવામાં આવશે તેવું હિન્દુ યુવા સંગઠન ગૌરક્ષાદળ પશ્ચિમ કચ્છ અધ્યક્ષ જશવંતગિરિ આર. ગોસ્વામીએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer