કોવિડ હોસ્પિટલ, કેર સેન્ટર માટે હેલ્પ ડેસ્ક નંબર જારી કરાયા

ભુજ, તા. 15 : જિલ્લામાં કોરોનાના દર્દીની સારવાર કરતી કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરની માહિતી સરળતાથી ઉપલબ્ધ બની રહે અને હોસ્પિટલમાં બેડ ખાલી છે કે કેમ વગેરે માહિતી મોબાઈલ મારફતે મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્ક માટે સીયુજી મોબાઈલ નંબરની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત જી. કે. જનરલ હોસ્પિટલ-ભુજ માટે 63590 60964, એસડીએચ રામબાગ-ગાંધીધામ માટે 63591 21026, વાયબલ કોવિડ કેર સેન્ટર-ગડા પાટિયા માટે 63590 10881, કોવિડ કેર સેન્ટર-રાતા તળાવ માટે 63590 10747, એલાયન્સ હોસ્પિટલ-મુંદરા માટે 63590 10997, એન્કરવાલા-માંડવી માટે 63591 07502, જે. કે. હોસ્પિટલ-ભુજ માટે 63590 77537, સ્ટર્લિંગ હોસ્પિટલ-ગાંધીધામ માટે 63590 20538, હરિઓમ હોસ્પિટલ-આદિપુર માટે 63591 32979, સેન્ટ્રલ હોસ્પિટલ-ભુજ માટે 99250 51165, એસડીએચ-અંજાર માટે 63590 72632 અને જિલ્લા કન્ટ્રોલ રૂમ 63590 08668, 02832-252207નો સંપર્ક કરવા પાઠવાયેલી એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer