રાપરમાં કોરોનાના એકસામટા 10 કેસે ફેલાવ્યો ફફડાટ

રાપર, તા. 1પ : શહેરમાં પ્રથમ વખત એકસાથે દસ કેસ નીકળતા હડકંપ મચી ગયો છે. લોકોની બેદરકારીનાં કારણે તાલુકા તથા શહેરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અત્યાર સુધી આશાસ્પદ યુવાનો આ મહામારીમાં ભરખાઈ ચૂકયા છે. તો રાજકીય અગ્રણીઓ પણ કાળમુખાની જાળમાં સપડાઈ ચૂકયા છે.  રાપર શહેરમાં દસ અને એક ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ રેપિડ એન્ટિજન ટેસ્ટમાં આવ્યા છે. વાગડ વિસ્તારમાં પ્રથમ વખત એકસાથે અગિયાર કેસ બહાર આવતાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer