ચીનને પછાડાટ : યુનોની સંસ્થામાં ચાર વર્ષ માટે ભારતે મેળવ્યું સભ્ય પદ

વોશિંગ્ટન, તા.15 : સરહદ મામલે ચીન ભલે સતત આડોળાઈ કરતું હોય સંયુકત રાષ્ટ્રમાં ભારતે ચીનને ધોબી પછડાટ આપી છે. ભારત 4 વર્ષ (ર0ર1 થી ર0રપ) માટે આ પ્રતિષ્ઠિત સંસ્થાનું સદસ્ય બન્યું છે. સંયુકત રાષ્ટ્રમાં ભારતે ચીનને હંફાવતા આર્થિક તથા સામાજિક પરિષદ (ઈકોસોક) માં સ્થાન મેળવ્યું છે. ભારતને યૂનાઈટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટ ઓફ વુમનનું સભ્ય બનાવવામાં આવ્યું છે.સંયુકત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિએ આ માહિતી આપી હતી. આ સંસ્થાના સદસ્ય બનવા  માટે ભારત, ચીન અને અફઘાનિસ્તાન રેસમાં હતા. ભારતે આ રેસમાં બાજી મારતા હવે 4 વર્ષ માટે સંયુકત રાષ્ટ્રમાં મહિલાઓની સ્થિતિ પર પંચ (કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન)નું સભ્ય રહેશે. ટી.એસ.તિરૂમૂર્તિએ ટવીટ કર્યુ કે ભારતે પ્રતિષ્ઠિત ઈકોસોકના પંચમાં બેઠક જીતી લીધી છે. ભારતને કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તે ત્રી-પુરૂષ સમાનતા અને મહિલા સશકિતકરણ અંગે આપણી પ્રતિબધ્ધતાને દર્શાવે છે. અમે સદસ્ય દેશોને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer