કલેકટર કચેરીના 112 કર્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

ભુજ, તા. 15 : રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ દ્વારા કલેકટર કચેરીના કર્મચારીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કચેરીની જુદી જુદી શાખામાં કામ કરતા ક્લાર્ક, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, રેવન્યૂ તલાટી, નાયબ મામલતદાર, આઉટસોર્સિંગના કર્મચારીઓ વિગેરે મળી 112 જેટલા કર્મચારીઓના સેમ્પલ કલેકટર કચેરી મધ્યે જ મેળવી રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટથી પરીક્ષણ કરવામાં આવેલું જે તમામ સેમ્પલ નેગેટિવ આવતાં કર્મચારીગણમાં હાશકારો અનુભવાયો હતો. આ કામગીરીનું આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના મામલતદાર સી. આર. પ્રજાપતિ તથા નાયબ મામલતદાર રમેશ ઠક્કર તરફથી કરવામાં આવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer