અંજારમાં કોરોના કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો

અંજાર, તા. 15 : વૈશ્વિક કોરોના મહામારીના કારણે દિવસે ને દિવસે કોવિડ-19નું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે કચ્છભરમાં કોરોના સારવાર કરતી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી લોકોને કોવિડ અંગે મૂંઝવતા પ્રશ્નો કે માહિતી મળી રહે તે હેતુથી અંજાર મધ્યે સરકાર દ્વારા કોવિડ-19 કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કન્ટ્રોલ રૂમ પર સંપર્ક કરવાથી કોવિડ-19ની સારવાર અંગેની માહિતી, હોસ્પિટલો વિશેની માહિતી સરકારના સંપૂર્ણ દિશાનિર્દેશ વિશે મો. 90547 53298 પર સંપર્ક કરતા નાગરિકોને સંપૂર્ણ માહિતી મળી રહેશે તેવું પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer