સમગ્ર માવનજાત અને સત્ય માટે કરબલાના એ વીરોએ શહીદી વહોરી

સમગ્ર માવનજાત અને સત્ય માટે કરબલાના એ વીરોએ શહીદી વહોરી
માંડવી, તા. 14 : અહીં અખિલ કચ્છ મોહર્રમ અને તાજિયા કમિટીની બેઠક જિલ્લાના તમામ શહેરો, ગામડાઓના વિવિધ માતામોના માતામીઓ, તાજિયા કમિટીઓના પ્રમુખો, મજલિસે હુસૈનના સભ્યો, સબીલે હુસૈનના સભ્યો તેમજ ટેલિફોનનાં માધ્યમથી જોડાયેલા સભ્યોની  ઉપસ્થિતિમાં પીર અબ્દુલ્લાહશા ઉર્ફે ઈટારાપીરની દરગાહ ખાતે યોજાઈ હતી. અખિલ કચ્છ મોહર્રમ તાજિયા કમિટીના પ્રમુખપદે સર્વાનુમતે કચ્છની કોમી સદ્ભાવના અને એકતાનાં પ્રતીક પીર સૈયદ હાજી મખદુમઅલી હાજી તકીશા બાપુના ફરઝંદ પીર સૈયદ કૌશરઅલીશા હાજી મખદુમઅલી બાપુની વરણી કરાઈ હતી. પશ્ચિમ કચ્છ (ભુજ, માંડવી, મુંદરા, અબડાસા, લખપત, નખત્રાણા તાલુકા )ના ઉપપ્રમુખ તરીકે સેવાભાવી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા થૈમ હાજી શકુર હાજી સિદ્ધિક પટેલની અને પૂર્વ કચ્છ (અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર તાલુકા)ના ઉપપ્રમુખ તરીકે સૈયદ અનવરશા મેહબૂબશાની તેમજ પશ્ચિમ કચ્છના મંત્રી તરીકે સલીમભાઇ સઠિયા (ગોધરા) અને પૂર્વ કચ્છના મંત્રી તરીકે જંગીયા હાજી હનીફ હાજી અહમદ પટેલ (ખારીરોહર)ની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ પીર સૈયદ કૌશરઅલીશા હાજી મખદુમઅલીએ કોમનાં કામ માટે હંમેશાં તૈયાર રહેશે એવું જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કરબલાના અમર શહીદો કોઈ એક કોમ, એક ફિરકા અથવા કોઈ એક દેશ માટે નહીં પરંતુ તમામ માનવજાત, ઇન્સાનિયત અને સત્યતા માટે શહીદ થયા હતા.  બેઠકમાં  કરબલાના અમર શહીદોની યાદમાં મોહર્રમ નિમિત્તે સર્વાનુમતે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા.  સૈયદ કૌશરઅલીશા બાપુ, થૈમ હાજી અ. શકુર પટેલ, સૈયદ અનવરશા મેહબૂબશા, વસીમભાઈ સોઢા, સલીમભાઇ સઠિયા, સુમરા કાસમભાઈ, સૈયદ અશરફશા હુસૈનશા, સૈયદ નસીબશા હબીબશા, સૈયદ અસગરહુસૈન હાજી મખદુમઅલી બાપુ તેમજ તાજિયા કમિટીના સભ્યો હાજર રહ્યા હતા, તેવું કમિટીની યાદીમાં જણાવાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer