જિલ્લા-તાલુકાના `શ્રેષ્ઠ'' 24 શિક્ષક જાહેર

જિલ્લા-તાલુકાના `શ્રેષ્ઠ'' 24 શિક્ષક જાહેર
ભુજ, તા. 14 : ગઈકાલે રાજ્યકક્ષાએ કચ્છના ચાર શ્રેષ્ઠ શિક્ષકની જાહેરાત બાદ શુક્રવારે અહીંની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાના 24 શ્રેષ્ઠ શિક્ષકની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે, યોગ્યતા ધરાવતા શિક્ષકોને ન સમાવાયા હોવાનો ગણગણાટ પણ નામ ન આપવાની શરતે શિક્ષક સંઘના હોદ્દેદારોમાંથી ઊઠવા પામ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલ, કેળવણીકાર અને એક એવોર્ડી શિક્ષકની બનેલી કમિટિ દ્વારા જિલ્લા કક્ષાના ચાર અને દરેક તાલુકા દીઠ- 2 પ્રમાણે 20 શ્રેષ્ઠ શિક્ષકની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ કેળવણી નિરીક્ષક મહેશ ચીમનલાલ પરમાર (ભુજ), સ્નેહલ અરુણભાઈ વૈદ્ય (સરકારી હાઈસ્કૂલ, લોડાઈ), ગીતાબા દેવુજી વાઘેલા (એચ. ટાટ, ગઢશીશા પ્રાથમિક શાળા), વિશ્રામભાઈ મોમાઈયા કારિયા (ભીંસરા પ્રા. શાળા), જ્યારે તાલુકા કક્ષાએ રમેશભાઈ માધાભાઈ કબીરા (જૂની સુંદરપુરી પંચાયતી પ્રા. શાળા, ગાંધીધામ), સુરેશ કાનજી શ્રીમાળી (કર્ણો પંચાયતી પ્રા. શાળા- ગાંધીધામ), ડો. ચિરાગ વી. રાવલ (સલાયા ગ્રુપ શાળા-1, માંડવી), યોગેશકુમાર અમૃતલાલ મહેતા (નાગલપુર પ્રા. શાળા- માંડવી), વરુણકુમાર અમૃતલાલ પટેલ (બંજારા પંચાયતી પ્રા. શાળા- અંજાર), તરુણકુમાર પીતાંબરદાસ શાહ (અટલ બિહારી વાજપેયી અંગ્રેજી માધ્યમ પ્રા. શાળા- અંજાર), હરિભાઈ ભાણાભાઈ રાઠોડ (ઉમરસર પંચાયતી પ્રા. શાળા- લખપત), હેતલબેન ભાનુશંકર જોષી (દયાપર પ્રા. કન્યા શાળા), સત્યમ હિંમતભાઈ ચુડાસમા (વિગોડી પ્રા. શાળા- રવાપર, નખત્રાણા), પ્રિયંકાબેન સુરેશભાઈ ભાવસાર (નખત્રાણા પ્રા. કન્યા શાળા), આશારિયા વિશ્રામભાઈ ગઢવી (ખાખરાવાસ પ્રા. શાળા, મોટી ભુજપુર- મુંદરા), નિલેશકુમાર બાલુભાઈ વાળા (ટી.એમ. કુમાર ગ્રુપ શાળા- મોટી ભુજપુર - મુંદરા), લાખાભાઈ જેઠાભાઈ રબારી (ગાયત્રી નગર પ્રા. શાળા- લાકડિયા- ભચાઉ), રાજેશ વિનોદભાઈ પંડયા (ખારોઈ પ્રા. શાળા- ભચાઉ), અશોક ભચુભાઈ જાટિયા (મોટા પ્રા. શાળા, ભુજ), ઉષ્મા પ્રતિમભાઈ શુક્લ (ભુજોડી પ્રા. શાળા- ભુજ), વિભૂતિબેન પ્રવીણચંદ્ર ઠાકર (જે.પી.નગર પ્રા. શાળા- રાપર), અરવિંદ ભોગીલાલ રાવલ (જે.પી. નગર પ્રા. શાળા, રાપર), પરેશ શાંતિલાલ દંડ (હિંગરિયા પ્રા. શાળા- સણોસરા, અબડાસા), કિશોરસિંહ લાખુભા જાડેજા (સાંધવ પ્રા. શાળા- અબડાસા)નો સમાવેશ થાય છે.દરમ્યાન શ્રેષ્ઠ શિક્ષકોની જાહેર કરાયેલી યાદીમાં યોગ્ય પાત્રતા ધરાવતા તેમજ કચ્છના દુર્ગમ ગામડાઓમાં ખંતથી ફરજ બજાવતા શિક્ષકોના બદલે કેટલાક રાજકીય વગ ધરાવતા અથવા તો આખો દિવસ જિલ્લા કક્ષાએ કચેરીમાં પડયા પાથર્યા રહેતા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ ઉઠયા છે.આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઈ પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે, દરેક તાલુકાદીઠ બે શ્રેષ્ઠ શિક્ષક માટે મગાવાયેલી દરખાસ્તમાંથી પ્રારંભે માત્ર બે જ દરખાસ્ત આવી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાએ 18 અને તાલુકા કક્ષાએ 27 દરખાસ્ત આવતાં કમિટી દ્વારા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કમિટી મેમ્બર અથવા રાજકીય વગ ધરાવનારાનો આક્ષેપ બેબુનિયાદ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer