રામપર રોહા પાસેના ફોટ મહાદેવ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી : નિર્મળ વહેતો ધોધ

રામપર રોહા પાસેના ફોટ મહાદેવ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી : નિર્મળ વહેતો ધોધ
અશ્વિન જેઠી દ્વારા-  નખત્રાણા, તા. 14 : તાલુકાના રામપર રોહની દક્ષિણે અંતરિયાળ આવેલા સિદ્ધેશ્વર ફોટ મહાદેવ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ચાલુ વર્ષે મેઘરાજાની ધીંગી મહેર થતાં જીવંત બનેલી નદીમાં ખળખળ વહેતા દૂધની ધાર જેવાં નિર્મળ નીરથી આ શિવાલયની શોભા ઓર નિખરી ઊઠી છ.રામપર-રોહાથી દક્ષિણે જતા જંગલ વિસ્તારમાં બેર-દેશી બાવળ, ખાખરાનાં વૃક્ષો આવેલા છે. વરસાદ પડતાં લીલીછમ વનરાઇઓથી આ વિસ્તાર સ્વિત્ઝર્લેન્ડ જેવો લાગે છે.  શિવાલયમાં યાયાવર પક્ષીઓનું મોટા પ્રમાણમાં આગમન થાય છે. રામચકલી (રંગે કાળી)  તેમજ અન્ય વન્ય જીવો આ વિસ્તારની શોભા છે. ગત મંગળવારે ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં મંદિર પાસેની નદી બે કાંઠે વહી રહી છે. આ જીવંત બહનેલી નદી ઠેઠ દિવાળી સુધી ચાલુ રહેશે.દૂર-દૂરથી દર્શનાર્થીઓ, સહેલાણીઓ આવે છે. એકાંત અને નિર્જન સ્થળે  આવેલા આ મંદિરમાં ભગવાન ભોળાનાથની ભક્તિ તેમજ જીવને શિવ સાથે તાદાત્મ્ય કેળવવાનું અનેરું સ્થાન-કેન્દ્ર છે. મંદિર સુધી પહોંચવા ડામરનો પાકો રોડ છે.અહીં મોરોના કેકારાવથી વિસ્તાર ગુંજી ઊઠે છે. કોરોનાના કપરા કાળમાં તહેવારોની ઉજવણીમાં ઝાંખપ લાગી છે, તેમ છતાં લોકો સમય મળે રજામાં કે ફુરસદના સમયે પરિવાર સાથે સરકારની માર્ગદર્શીકા પ્રમાણે આ સ્થળની મુલાકાત લે છે.  વહેતી નદીમાં સ્નાન કરતી વખતે પૂરતી સાવચેતી રાખવી હિતાવહ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer