દેવાયત બોદરજીએ વિશ્વને ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ આપ્યું

દેવાયત બોદરજીએ વિશ્વને ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ આપ્યું
ભચાઉ, તા. 14 :  જૂનાગઢના યુવરાજ રા'નવઘણને ઉગારવા માટે આહીર મર્દે પોતાના પુત્રનું  મસ્તક પોતાના હાથે ઉતારી પોતાની રાજભક્તિને ઈતિહાસમાં અંકિત કરાવી  દેવાયત બોદરજીએ સમગ્ર વિશ્વને ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડયું હોવાની લાગણી ભચાઉ ખાતે તેમની શૌર્ય પ્રતિમાના અનાવરણ વેળાએ વ્યક્ત કરાઈ હતે. રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, માંડવી મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને ભચાઉના પ્રથમ નાગરિક  કુલદીપસિંહ જાડેજાના હસ્તે ભચાઉ ખાતે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી શ્રી આહીરે પ્રતિમાનું અનાવરણ કરતાં ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા અને તેમની  ટીમને અભિનંદન પાઠવ્યા હતા.  તેમણે દેવાયત બોદરજીએ આપેલા બલિદાનને યાદ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા  હતા. આ ઓજસ્વી પ્રતિમા માટે  અંગત રસ લઈ બજેટથી પણ વધુ રકમ ફાળવનારા સુધરાઈ પ્રમુખ કુલદીપસિંહે કહ્યું હતું કે, આહીર સમાજનું ઋણ ઉતારવા માટે નહીં પરંતુ ભાવિ પેઢી આ બલિદાનને યુગોયુગ યાદ રાખે તેવા ભાવથી   ક્ષત્રિય ધર્મ નિભાવી આ પ્રતિમાની સ્થાપના કરી હોવાની લાગણી વ્યક્ત કરી દેવાયતજીને શ્રદ્ધાસુમન આપ્યા હતા.  તેમણે આહીર અને ક્ષત્રિય સમાજના અનન્ય સંબંધોના ઈતિહાસને પણ યાદ કર્યા હતા.  આ વેળાએ આહીર સમાજ દ્વારા ભચાઉ સુધરાઈના અધ્યક્ષનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ માંડવી મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, એપીએમસીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ હમીરસિંહજી સોઢા, આહીર સમાજના અગ્રણીઓ- પાટણ આહીર સમાજના પ્રમુખ રણછોડભાઈ ડાંગર ધનજીભાઈ આહીર, કાંઠા ચોવીસી આહીર સમાજના પ્રમુખ રણછોડ  ડાંગર, ગોપાલ આહીર, પાંચા આહીર, કચ્છ પાટણ આહીર સમાજના પ્રમુખ ધનાભાઈ આહીર, રાણાભાઈ આહીર, કાનજીભાઈ આહીર, જયેશ આહીર, સવજીભાઈ આહીર, નામેરીભાઈ આહીર વિગેરે હાજર રહ્યા હતા. સંચાલન લોકાસાહિત્યકાર મોરારદાન ગઢવી અને પ્રભુભાઈ આહીરે કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer