આઈપીએલ : પ્રસારણકાર માલામાલ થશે

નવી દિલ્હી, તા.14: કોરોના મહામારીને લીધે આ વખતે દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ યૂએઇમાં ખાલી સ્ટેડિયમમાં આયોજીત થવાની છે. આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરે શરૂ થશે અને ફાઇનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે. જે માટે સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે આ વખતે જાહેરાતના ભાવ વધારી દીધા છે. રિપોર્ટ અનુસાર સ્ટાર સ્પોર્ટસ ચેનલે આઇપીએલના મેચ દરમિયાન 10 સેકન્ડની જાહેરાતનો ભાવ 8થી 10 લાખનો ફાઇનલ કર્યો છે. ગયા વર્ષે આ સ્પોર્ટસ ચેનલને જાહેરાતના માધ્યમથી 3 હજાર કરોડની રકમ મળી હતી. આ વર્ષે આ રકમ એથી પણ વધુ હશે તેવો ચેનલને વિશ્વાસ છે. આ ઉપરાંત આઇપીએલની વ્યૂઅરશિપ પણ રેકોર્ડબ્રેક હશે. આઇપીએલ ભારતીય ક્રિકેટની વાપસીની શરૂઆત છે. આથી ટીવી પર દર્શકોની સંખ્યા ઘણી વધશે તેવું અનુમાન થઇ રહ્યંy છે. સ્ટેડિયમ પણ ખાલી હશે. આથી ફકત ટીવી કે ઇન્ટરનેટ પર જ મેચ નિહાળી શકાશે. ઘણા સમયથી લોકો કોઇ રોમાંચક અને મનોરંજક કાર્યક્રમથી દૂર છે. આથી આઇપીએલ બમ્પર હિટ સાબિત થશે તેવું બજાર નિષ્ણાતોનું માનવું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer