બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે પાક.ના આઠ વિકેટે 215

સાઉથમ્પટન તા. 14 : ઇંગ્લેન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટના બીજા દિવસે ફરી વરસાદના વિઘ્ન વચ્ચે પાકિસ્તાને સંભાળપૂર્વકની બેટિંગ કરીને આઠ વિકેટે 215 રન કર્યા હતા. મેચના ગઇકાલે પહેલા દિવસે પણ વારંવાર વરસાદની અડચણ વચ્ચે પાકિસ્તાને પ વિકેટે 126 રન કર્યા હતા. આ પછી આજે બીજા દિવસે પાકે સ્કોરબોર્ડને ગતિ આપી હતી. આબિદ અલીએ 60, બાબર આઝમે 47 રન કર્યા હતા. મોહમ્મદ રીઝવાન 53, મોહમ્મદ અબ્બાસ બે રને દાવમાં હતા.ગઇકાલે શાન મસૂદ 1, આબિદ અલી 60, સુકાની અઝહર અલી 20, અસદ શફીક પ અને 11 વર્ષના લાંબા ગાળા બાદ પાક.ની ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર ફવાદ આલમ 4 દડાનો સામનો કરીને ઝીરોમાં આઉટ થયા હતા. જો કે બાબર આઝમે ઇંગ્લેન્ડના બોલરોનો મકકમતાથી સામનો કરીને એક છેડો સાચવી રાખ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસનને 2 વિકેટ મળી હતી. જયારે બ્રોડ, કરન અને વોકસે 1-1 વિકેટ લીધી હતી. ત્રણ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ ચાલી રહ્યંy છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer