ઝરપરાની દક્ષિણે શાંતિ સરોવરમાં ડૂબવાથી એકનું મોત

મુંદરા, તા. 14 : ઝરપરાની દક્ષિણ બાજુના છછ વિસ્તારમાં આવેલા શાંતિ સરોવરમાં નહાવા પડેલા નારાણ નાથા લાખાણી (ઉ.વ. 45)નું ડૂબવાથી મૃત્યુ થયું છે. ગામના અગ્રણી વાલજીભાઇ ટાપરિયાએ માહિતી આપતાં જણાવ્યું કે, મૃતકની લાશની શોધખોળ ચાલુ છે. જ્યારે તા. વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગામના યુવાનોની ટીમ અને સ્થાનિક માછીમારો પણ તળાવમાં જઇ લાશ શોધવા પ્રયત્ન કરી રહ્યા છે તેમ ગાંધીધામથી એન.ડી.આર.એફ.ની ટીમને પણ બોલાવવામાં આવી છે. શ્રી ટાપરિયાએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું કે, મૃતક ક્યુરિયાની કેનાલના ધસમસતા પાણીમાં પડયો હતો અને કેનાલ પાર કરી જઇશની માન્યતા સાથે નહાવા પડયો હતો. કમનસીબે કેનાલ પાર કરી શક્યો ન હતો અને સીધો છછ તળાવમાં પહોંચ્યો હતો. જ્યાં તે મૃત્યુ પામ્યો હતો. થોડા દિવસ પહેલાં ઝરપરાની 2 વ્યક્તિ પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામી હતી. આજનો ત્રીજો કરુણ બનાવ બનતાં પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer