છેતરપિંડીના કેસમાં ત્રણેક વર્ષથી ભાગેડુ ભચાઉવાસીને ઝડપી પડાયો

ભુજ, તા. 14 : અત્રેના શહેર બી- ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં છેલ્લા ત્રણેક વર્ષથી કાયદાના રક્ષકોથી ભાગતા ફરતા ભચાઉના વતની આરોપી ઉમેશ ઉર્ફે ઉમલો કરશન વાળંદને ભુજમાંથી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની પેરોલ ફર્લે સ્કવોડ દ્વારા પકડી પડાયો હતો.સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ વર્ષ-2017માં છેતરપિંડીનો આ ગુનો નોંધાયો તે પછી આરોપી ઉમેશ ઉર્ફે ઉમલો પોલીસથી નાસતો ફરતો હતો. દરમ્યાન આ શખ્સ ભુજની ભાગોળે માધાપર હાઇવે ઉપર તુલસી હોટલ પાસે હોવાની બાતમી મળતાં સ્કવોડની ટુકડીએ ત્યાં ધસી જઇને તેને દબોચી લીધો હતો. આરોપીને બી-ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. ફોજદાર જે.પી. સોઢા સાથે સ્ટાફના હરિભાઇ બારોટ, ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ, દિનેશ ગઢવી, રઘુવીરાસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ પરમાર, સુરેશ ચૌધરી વગેરે કાર્યવાહીમાં જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer