પાંચ તાલુકામાં 11 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 14 : કોરોનાના વધતા કેસો વચ્ચે જિલ્લામાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં વધુ 11 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આદિપુરની આર.પી. પટેલ સ્કૂલ આસપાસનો વિસ્તાર, અંજારના વિજયનગર નીલકંઠ મંદિર બાજુનો વિસ્તાર, ગાંધીધામ લીલાશાનગરમાં વિકાસ એપાર્ટમેન્ટ, ગોપલપુરીમાં મકાન નંબર ઈ 235થી 243, ગણેશનગર તેમજ સેક્ટર-4ના વિસ્તારને તો રાપર તાલુકાના ગાગોદર ગામના નવાવાસ, ભચાઉ ગુણાતીતપુરના પટેલવાસ, નવી મોટી ચીરઈના દરબારગઢ વિસ્તાર તેમજ નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર)ના રામ મંદિર મેઈન બજારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી તમામ અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આવશ્યક ચીજવસ્તુઓ હોમ ડિલિવરીથી પહોંચાડાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer