કોરોના કચ્છનો કેડો નથી મૂકતો : એક મોત સાથે વધુ 22 કેસ

ભુજ, તા. 14 : કચ્છમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો હોય તેમ આજે વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથો સાથ અંજારના સંગીત શિક્ષકનો આ રોગે ભોગ લીધો હતો. જ્યારે અન્ય બે મોતને  સમર્થન ન સાંપડયું. આ સાથે જ જિલ્લામાં નોંધાયેલા કુલ કેસનો આંક 857 પર પહોંચ્યો છે. વધતા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતાં તેની સીધી અસર જિલ્લાના રિકવરી રેટ પર પડી છે. કોરોનાને કારણે અંજારની શાળાના સંગીત શિક્ષક રમેશભાઇ બારોટનું મોત નિપજ્યું હતું. આજે સત્તાવાર રિપોર્ટ આવે તે પૂર્વે જ તેમનું મૃત્યુ થયું હતું. અન્ય બે મોત?થયાના પણ હેવાલ છે પણ ડીડીઓ પ્રભવ જોષીએ એક મોતની સત્તાવાર માહિતી આપી હતી.  આજે નોંધાયેલા કેસમાં સૌથી વધુ સાત કેસ અંજાર શહેર-તાલુકામાં નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીધામ અને માંડવીમાં 4-4, ભુજમાં 3, અબડાસામાં 2 તો મુંદરા-રાપરમાં એક-એક  કેસની નોંધ થઇ?હોવાનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ભુજ શહેરમાં નોંધાયેલ ાત્રણ કેસમાં લાલન કોલેજના પ્રિન્સિપાલ છત્રપાલસિંહ ઝાલાનો પણ સમાવેશ?થાય છે. લાલનના આચાર્ય સંક્રમિત થતાં સ્ટાફ કર્મીઓ સહિત અન્યોમાં ઉચાટ ફેલાયો છે. અંજાર શહેરમાં પાંચ તો તાલુકામાં બે કેસ નોંધાયા છે. પાલિકા અને તાલુકા આરોગ્યની ટીમે પ્રભુકૃપા સોસાયટી તેમજ વોર્ડ 3 બ્લોક નંબર 12માં સેનિટાઇઝેશનની કામગીરી હાથ?ધરી હતી. સુધરાઇ પ્રમુખ રાજેશ?ઠક્કર, તાલુકા આરોગ્ય અધિકારી રાજીવ અંજારિયાના માર્ગદર્શન હેઠળ સૂચિત કામગીરી કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયામાં બે કેસની નોંધ?થઇ?છે. માંડવી શહેરમાં ત્રણ?અને તાલુકામાં એક કેસની નોંધ થઇ હતી. સંક્રમિત થયેલાઓમાં મોટા ભાગના દર્દીઓની ઉંમર 50 વર્ષ કે તેથી વધુની હોવાનું આંકડા બોલી રહ્યા છે. 22 પૈકી અદાણી લેબમાં 18, ખાનગી લેબમાં 1 અને રેપિડ ટેસ્ટના ત્રણ કેસનો સમાવેશ?થાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer