જિલ્લામાં 44 ખેલી જુગારના સાત દરોડામાં સકંજામાં

ભુજ/ગાંધીધામ, તા. 14 : જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં જુગારની બદી સામે અવિરત રહેલી પોલીસે વધુ સાત દરોડા પાડીને 44 ખેલીને કાયદાનો પરચો આપ્યો હતો. આ તહોમતદારો પાસેથી રૂા. પોણા બે લાખ જેટલા મૂલ્યની માલમત્તા કબજે કરવા સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.- માધાપરમાં સાત મહિલા જબ્બે : ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં સરસ્વતી શાળાથી આગળ બાપાશ્રીના વંડા પાસે સ્થાનિક ભુજ બી-ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. આ વિસ્તારમાં રહેતા રિંકલબેન ઉર્ફે રિંકુ મયૂરભાઇ બાવાજીના રહેણાકનાં મકાનનાં આંગણામાં ગંજીપાના વડે જુગાર રમવાની ચાલતી પ્રવૃત્તિ આ દરોડામાં ઝપટે ચડી હતી. પોલીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં માધાપરના મિતલબેન મહેશ સોની, ઇલાબેન રાજેશ સોની અને ભાવિકાબેન ભાવિન સોની, ભુજના દિવ્યાબા પરાક્રમાસિંહ જાડેજા, માધાપરના ગીતાબેન સુરેશ આહીર, ભુજના રંજનબેન જગદીશ બાવાજી અને ઘરમાલિક રિંકુબેન મયૂર બાવાજીને પકડાયા હતા. આ મહિલાઓ પાસેથી રૂા. 14,690 રોકડા કબ્જે કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. - મોટા રેહામાં પાંચ ગિરફતાર : ભુજ તાલુકામાં મોટા રેહા ગામે સ્થાનિક પદ્ધર પોલીસે પાડેલા દરોડામાં ગામના જુવાનાસિંહ ઉર્ફે રામભા રવુભા જાડેજા, પ્રેમસંગજી સાહેબજી જાડેજા, સુલતાનજી સ્વરૂપાજી જાડેજા, જુવાનાસિંહ ઉર્ફે રાણા માધુભા જાડેજા અને કાસમ અલિયાસ લુહારને જુગાર બાબતે પકડાયા હતા. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ તહોમતદારો ધાણીપાસા વડે રમી રહ્યા હતા, ત્યારે આ દરોડો પાડી તેમની પાસેથી રૂા. 10,600 રોકડા અને ચાર મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 15,600ની માલમતા કબ્જે કરાઇ હતી.પૂર્વ કચ્છમાં પોલીસે આઠમની રાતે અને આજે એમ પાંચ જુગારના જુદા જુદા દરોડા પાડયા હતા. આ દરોડા દરમ્યાન 32 ખેલીઓની ધરપકડ કરી રોકડ?રૂા. 89,310 જપ્ત કરાયા હતા. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડ અને 13 મોબાઇલ એમ કુલ રૂા. 1,42,310નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.- ગાંધીધામના કાર્ગોમાંથી નવ ખેલી ઝડપાયા: ગાંધીધામના કાર્ગો આઝાદનગરના ચોકમાં અમુક શખ્સો જુગાર રમતા હતા ત્યારે મોડીરાત્રે પોલીસ ત્રાટકી હતી અને ગાભા બાબુ સોલંકી, બાબુ શંભુ સોલંકી, નથુ જેસંગ ગોહિલ, હરેશ?નામેરી ગોહિલ, રાજેન્દ્ર મતિહાર રાજપૂત, પ્રકાશ?ચોકિન નટ, ડાયા ભુરા ગોહિલ, અજિત કામરેજ ગોહિલ, ભરત ધારશી દેવીપૂજકની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 30,700 તથા આઠ મોબાઇલ, એઁક ચાદર એમ કુલ રૂા. 73,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.- ગાંધીધામ : સેક્ટર-6માંથી ક્લબ ઝડપાઇ : ગાંધીધામના સેક્ટર-6માં આવેલ મકાન નંબર 282માં જુગાર ચાલતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ મકાનમાં જુગાર રમતા ગોવિંદ કાકુ મહેશ્વરી, કુલદીપ કાંતિ ચારણ અને શૈલેષ અર્જુન મહેશ્વરીની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 20,150 હસ્તગત કરવામાં આવ્યા હતા.- અંજારમાં આઠ ખેલી દબોચી લેવાયા : અંજારના હેમલાઇ ફળિયામાં કોળીવાસની શાળા નંબર 1ની બાજુમાં અમુક શખ્સો પતા ટીંચી રહ્યા હતા ત્યારે પોલીસે છાપો માર્યો હતો અને જમનશા જુસબશા શેખ, લતીફશા આમદશા શેખ, જમનશા ઇમામશા શેખ, શેરશાહ હૈદરશા શેખ, ઓસમાણશા હાજીશા શેખ, અલ્ફાબ હુશેન જુસબશા શેખ, અકબરશા ઇબ્રાહીમશા શેખ અને ગુલામશા ઇમામશા શેખની ધરપકડ કરી હતી. ગંજીપાના વડે જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 15,180 જપ્ત કરવામાં આવ્યા હતા.- ગાંધીધામ : ભારતનગરમાંથી પણ આઠ પકડાયા : ગાંધીધામના ભારતનગરમાં આશાપુરા મંદિર પાછળ કૈલાસ સોસાયટીમાં પોલીસ ત્રાટકી હતી. આ વિસ્તારમાં એક ગલીમાં જુગાર રમાતો હતો ત્યારે અચાનક આવેલ પોલીસે સામજી બિજલ સથવારા, ધીરજ સવજી સથવારા, હંસરાજ બિજલ સથવારા, મહેન્દ્ર સોમચંદ સોલંકી, લીલાબેન મહેશ સથવારા, મધુબેન હરિલાલ સથવારા, મધુબેન રમેશ સથવારા અને મુકેશ પરબત સથવારાની ધરપકડ કરી હતી. આ લોકો પાસેથી રોકડ રૂા. 13,580 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 20,580નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.- રાપરના પલાંસવામાં ચારને પકડી લેવાયા : પલાંસવાના નવાપરાવાસના ચોકમાં જુગાર રમાતો હતો ત્યારે પોલીસ ત્રાટકી હતી અને મહેન્દ્ર ઉર્ફે પપ્પુ ગણેશ રાજપૂત, વાલજી ભગુ કોળી, મોગા મેરા ભરવાડ અને લક્ષ્મણ ખીમા રાજપૂતની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 12,700 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer