રાજ્યભરના વિકલાંગો માટે પેન્શન યોજના શરૂ કરવા માંગ

રસલિયા (તા. નખત્રાણા), તા.14 : રાજ્યભરની વિકલાંગ વ્યકિતઓ માટે પેન્શન યોજના લાગુ કરવા યુવક કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી હતી. પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી જુવાનસિંહ જાડેજાએ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ નેતાઓને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકલાંગોને ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજના હેઠળ રૂપિયા 600 મળે છે, પરંતુ ગુજરાત સરકારની શરતો મુજબ ગુજરાતના વિકલાંગોને 2 ટકા જ તેનો લાભ મળે છે. આ યોજનામાં લાભાર્થીઓ 80 ટકા વિકલાંગ હોવો જોઇએ.બીપીએલ યાદીમાં તેમનું નામ હોવું જોઇએ તેવી શરતો ગુજરાત સરકારની છે તેથી  ગુજરાતમાં  વસતા વિકલાંગોને તેનો લાભ મળી શકતો નથી. વિકલાંગ 80 ટકા છે, તેનું ના બીપીએલ યાદીમાં નથી જેથી ખરેખર જરૂરિયામંદ વિકલાંગ આ લાભથી વંચિત રહી જાય છે.દેશના અન્ય રાજ્યોમાં  વિકલાંગ પેન્શન યોજના આ મુજબ છે. મહારાષ્ટ્રમાં  1250, દિલ્હીમાં  2500, તેલંગાણામાં 3000, હરિયાણામાં રૂા. 2250 વગેરે  રાજ્યોમાં વિકલાંગ પેન્શન યોજના લાગુ છે અને મળે છે, તો ગુજરાતના વિકલાંગોને અન્યાય શા માટે ? દેશના તમામ રાજ્યો ફકત વિકલાંગતા 40 ટકા ઉપર હોય તો તેને પેન્શન મળવાપાત્ર છે. ગુજરાતમાં  તે નથી. ગુજરાતના વિકલાંગોને ગુજરાત સરકાર અન્યાય કરી રહી છે એમ તેમણે જણાવ્યું  હતું. અમારી માગણી છે કે, વિકલાંગોના પ્રશ્ને વિધાનસભા ગૃહમાં  આ પ્રશ્નો ઉપાડવામાં આવે તેમ તેની ચર્ચા કરવામાં આવે. ગુજરાતના તમામ વિકલાંગોને ન્યાય મળે તેવી તેમણે માંગ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer