નાના કરોડિયા સીમમાં ચરિયાણ મામલે હુમલો કરાતાં પ્રૌઢ વયના શખ્સને ગંભીર ઇજા

ભુજ, તા. 14 : અબડાસાના નાના કરોડિયા ગામની સીમમાં ઘેટાંબકરા ચરાવવાના મામલે તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે બનેલી હુમલાની ઘટનામાં કોટાય (માંડવી)ના 50 વર્ષની વયના મંગલ મુરજી ગઢવીને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ગઇકાલે મધ્યાહને બનેલા આ કિસ્સા વિશે નાના કરોડિયા ગામના રામ કનૈયા ગઢવી, આશારીયા પચાણ ગઢવી, કાનજી પચાણ ગઢવી, પાલુ જેઠા ગઢવી, ભીમશી હરદાસ ગઢવી, અરજણ કેશવ ગઢવી અને કલ્યાણ હરદાસ ગઢવી સામે ગુનો દાખલ કરાવાયો હતો. કોઠારા પોલીસે કેસની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer