મુંદરામાં 30 બાટલી શરાબ સાથે વાડીનો માલિક પકડાયો

ભુજ, તા. 14 : મુંદરા ખાતે સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નરેશ હિરાભાઇ કોળીને તેની વાડીમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની 30 બાટલી સાથે પકડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો.  મુંદરામાં શાત્રી મેદાન નજીક રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલી આરોપી નરેશ કોળીની વાડી ખાતે ગઇકાલે સાંજે આ દરોડો પડાયો હતો. જેમાં અંગ્રેજી દારૂનો રૂા. 10,150ની કિંમતનો જથ્થો કબજે કરાયો હતો, તેમ પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer