આઠમે જુગારીઓના મેળા બરકરાર, 24 સ્થળે 159 ખેલી ઝપટે

આઠમે જુગારીઓના મેળા બરકરાર, 24 સ્થળે 159 ખેલી ઝપટે
ભુજ / ગાંધીધામ, તા. 13 : કોરોના મહામારી થકી અમલી બનાવાયેલા નિયમો થકી મેળા-મલાખડા ભલે જિલ્લામાં  ન યોજી શકાયા પણ જુગારના શોખીન તત્ત્વોએ તેમના `મેળા'નો દોર કાયમ રાખ્યો હતો. આઠમના દિવસે ચરમસીમાએ પહોંચેલી આવા તત્ત્વોની પ્રવૃત્તિ સામે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પોલીસે કાર્યવાહી હાથ ધરતાં કુલ્લ 24 સ્થળે દરોડા પાડી 159 ખેલૈયા સકંજામાં લીધા હતા. જેમની પાસેથી રૂા. 33.83 લાખથી વધુની માલમતા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. - શેરડીમાં અગ્રણીની ભાઇની વાડીમાં દરોડામાં દારૂ-મુંબઇગરા મળ્યા : માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથક હેઠળના શેરડી ગામે ભાડઇ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલી ગામના અગ્રણી અને એ.પી.એમ.સી. ડાયરેકટર શિવજી સંઘારના ભાઇ કાનજી ભાણજી સંઘારની વાડી ઉપર પોલીસદળે જિલ્લાસ્તરેથી પાડેલા દરોડામાં મુંબઇગરા મોટા માથાઓ સહિત 11 જણ કાયદાની ઝપટે ચડયા હતા. આ કાર્યવાહીમાં વાડીમાંથી રૂા. અડધા લાખથી વધુનો મોંઘી કિંમતનો અને અંગ્રેજી પ્રકારનો શરાબ પણ મળી આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ હાથ ધરેલી આ કાર્યવાહીમાં વાડીના માલિક કાનજી સંઘાર ઉપરાંત હાલે મુંબઇ ખાતે રહેતા મૂળ શેરડીના કિશોર લખમશી હરિયા (જૈન), ભાવેશ ગુલાબચંદ છેડા (જૈન), જેઠાલાલ વેલજી હરિયા (જૈન), શેરડીના કાન્તિ સુજાભાઇ સંઘાર, હાલે મુંબઇ રહેતા જિગર હરેશ પાસડ (જૈન), હિતેષ ભવાનજી ગાલા (જૈન), દિનેશ દેવરાજ ગોસર (જૈન) અને કાન્તિલાલ નાનજી પાસડ (જૈન), શેરડીના મુસા કાસમ જત તથા હાલે મુંબઇ રહેતા સંજય લક્ષ્મીચંદ ગોસર (જૈન)ને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. પકડાયેલા તહોમતદારો પાસેથી રૂા. 1,60,650 રોકડા તથા રૂા. 70,500ની કિંમતના 13 મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. તથા કાર સહિતના વાહનો મળી કુલ્લ રૂા. 20.40 લાખની માલમતા કબ્જે કરી તેમની સામે ગુનો દાખલ કરાવાયો હતો. દરમ્યાન આ દરોડામાં વાડીની ઓરડીમાંથી મોંઘેરો જહોની વોકર શરાબ અને ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો દારૂ મળી કુલ્લ રૂા. 50,475નો મુદ્દામાલ પણ કબ્જે કરાયો હતો. આ બાબતે વાડીમાલિક કાનજી સંઘારની પૂછતાછ કરાતાં વિદેશી બનાવટના જહોની વોકર સહિતનો આ જથ્થો ગાંધીધામના ઇબ્રાહીમ અલીમામદ જત પાસેથી આવ્યાનું અને જથ્થો શેરડીનો રમજુ ઉર્ફે ઇરફાન મુસા જત લઇ આવ્યો  હોવાનું બહાર આવ્યું હતું. દારૂ બાબતે પોલીસે આ ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો. - ભુજમાં ચાર જણની ધરપકડ  : ભુજમાં ભાનુશાલીનગર વિસ્તારમાં રિલાયન્સ મોલ પછવાડે આવેલી ગલીમાં સચિન પ્રહલાદ ઠક્કરના ઘરની બહાર ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સચિન સહિતના ચાર જણને રૂા. 39,570 રોકડા તથા ત્રણ બાઇક અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 1,14,570ની માલમતા સાથે પકડયા હતા. બી- ડિવિઝન પોલીસે પાડેલા આ દરોડામાં ઝડપાયેલા અન્ય ત્રણ આરોપીમાં ભુજના ખુશાલ મહેશ દૈયા (ઠક્કર), હાર્દિક ધીરજ જોશી અને દીપ્તિ મહેશ સાવલાનો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. - માનકૂવામાં ગુણવત્તાસભર દરોડો  : ભુજ તાલુકાના માનકૂવા ગામે સ્થાનિક પોલીસ ગામમાં દબાસિયા લોડર પાછળ આવેલા સ્મશાનની બાવળની ઝાડીઓમાં ત્રાટકી હતી. આ સ્થળેથી ગામના રમેશ દુદા ચૌહાણ, શંકર ગોરધન વાઘેલા, કાનજી ભીખા લુહાર, અનિલ ઉગમા લુહાર, રમેશ ઉગમા લુહાર, દિનેશ સરદાસ ચૌહાણ અને ગણપત જીવા લુહારને ગંજીપાના વડે રમતા રૂા. 11,200 રોકડા અને પાંચ મોબાઇલ સહિત રૂા. 15,700ની માલમતા સાથે ઝડપાયા હતા.- ભુજમાં અન્ય ચાર પકડાયા  ભુજ શહેરમાં બી- ડિવિઝન પોલીસ દ્વારા કેમ્પ વિસ્તારમાં મદ્રેસા વિસ્તારમાં ત્રાટકી સવા જલા દાતણિયા, રવજી બાબુ દાતણિયા, મોહન વાલજી દાતણિયા અને રમેશ છગન દાતણિયાને ગંજીપાનાથી રમતા રૂા. 5520 સાથે પકડયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. - ભુજમાં ત્રિપુટી પણ ઝપટે ભુજમાં બી- ડિવિઝન પોલીસના અન્ય એક દરોડામાં રામનગરી વિસ્તારમાંથી દિનેશ રતના પટ્ટણી, હનિફ ખમીશા મોખા અને પ્રેમજી કાનજી દેવીપૂજકને જુગાર બાબતે પકડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ગંજીપાના વડે રમતા પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 1840 રોકડા કબ્જે લેવાયા હતા. - કોટડા મઢમાં પાંચની ધરપકડ  ; લખપત તાલુકામાં દયાપર પોલીસે કોટડા (મઢ) ગામે દરોડો પાડયો હતો. જેમાં ગામના પ્રેમજી દેવજી વેલાણી, દિનેશ દેવજી વેલાણી, ઉમર મુબારક રાયમા, આશા બુધા સીજુ અને મોહન ઘનશ્યામ ગોરડિયાને પકડયા હતા.  તેમની પાસેથી રૂા. 6960 રોકડા અને ત્રણ મોબાઇલ મળી રૂા. 9300ની માલમતા કબ્જે કરાયાની માહિતી પોલીસે આપી હતી. - કોઠારામાં પાંચ ખેલી સકંજામાં  : અબડાસામાં કોઠારા ગામે સ્થાનિક પોલીસે ગામની આંગણવાડી પાસેથી ગામના રવજી વિશ્રામ પરગડુ, ખીમજી નથુ ધેડા, આશા નથુ પરગડુ, મહેન્દ્ર હરજી પારાધી અને રમેશ શિવજી પરગડુને ધાણીપાસાથી રમતા પકડયા હતા. તેમની પાસેથી રૂા. 5870ની માલમતા કબ્જે લેવાઇ હતી. - ડુમરામાં સાત પકડાયા  : કોઠારા પોલીસ દ્વારા અબડાસાના ડુમરા ગામે કોળીવાસમાં પડાયેલા દરોડામાં હસણ અલીમામદ કુંભાર, શિવજી હરધોર ગઢવી, હરેશ ફકીર કોળી, દામજી ફકીર કોળી, લહેરી ઇસ્માઇલ કોળી, જુમા ખમીશા કોળી અને ઇબ્રાહીમ આશરિયા કોળીને ધાણીપાસા વડે રમતા રૂા. 3620 રોકડા સાથે પકડાયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું.  - વિરાણિયામાં નવ ખેલી જબ્બે : મુંદરા પોલીસે તાલુકાના વિરાણિયા ગામથી બરાયા ગામ તરફ જતા રસ્તે હરિયાતર વિસ્તારમાં ગંજીપાના વડે રમતા નવ જણને રૂા. 56,500ની માલમતા સાથે ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીમાં ટોડાના દેવશી બાબુ મહેશ્વરી, મોટા કપાયાના સંજય કરમશી મહેશ્વરી, પ્રાગપરના ગાવિંદ પચાણ મહેશ્વરી, મહેન્દ્ર હરશી મહેશ્વરી, વિરાણિયાના ખીમજી જખુ મહેશ્વરી, મોટા કપાયાના ધર્મેશ ભારમલ મહેશ્વરી, પ્રાગપરના બુદ્ધા હીરા મહેશ્વરી, મોટા કપાયાના વેરશી ગાંગજી મહેશ્વરી અને વિરાણિયાના ખેતા ખમુ મહેશ્વરીનો સમાવેશ થાય છે. - બુટ્ટામાં ત્રણ જણ પકડાયા  : અબડાસામાં બુટ્ટા ગામે વાયોર પોલીસે જુગાર વિશે પાડેલા દરોડામાં ગામના નરશી ઉમરશી ભાનુશાલી, ફુલરાના રવજી રાણા કોળી અને રાણા સુમાર કોળીને ઝડપાયા હતા. ગંજીપાના વડે રમતા આ ત્રણેય પાસેથી રૂા. 4760 રોકડા કબ્જે લેવાયા હતા. - માંડવીમાં આઠ ખેલી ઝપટમાં  દરમ્યાન માંડવી પોલીસે શહેરના પાદરમાં એ.પી.એમ.સી. માર્કેટ સામે રહેતા મહિપત કોળીના ઘર બહાર દરોડો પાડતાં નવ ખેલી કાયદાની ઝપટે ચડયા હતા. આ ખેલૈયામાં પરમાબેન જગદીશ કોળી, નલુબેન તુલસી કોળી, દિવ્યાબેન વિભા કોળી, જયાબેન કરશન કોળી, કરશન આથડ કોળી, શૈલેશ રામજી કોળી, નવીન તુલસી કોળી અને સચિન રમણીક કોળીનો સમાવેશ થાય છે. ગંજીપાના વડે રમવાના આરોપસર પકડાયેલા આરોપીઓ પાસેથી રૂા. 11,230ની માલમતા કબ્જે કરાઇ હતી, તેમ પોલીસે ઉમેર્યું હતું. - તુણામાં જુગારધામ ઝપટે : પૂર્વ  કચ્છ  ગુનાશોધક શાખાએ અંજાર તાલુકાના  તુણા ગામના મુસ્લિમવાસમાં સમસુદ્દીન ઉર્ફે ગોલુ ઈબ્રાહીમ  બુચડના મકાનમાં  ચાલતા  જુગારધામ ઉપર દરોડો પાડયો હતો. આ વેળાએ  રાકેશ  પૂનમચંદ રાઠોડ, અબ્દુલ સુલેમાન ટાંક, મહાવીરસિંહ ગણપતસિંહ સોઢા, હાજી ઓસમાણા સોઢા, સિદિક કાસમ ભટ્ટી, હનીફ હારૂન સોઢા, કાસમ આદમ કકલ, અનવર ઉમર સોઢા, મુકેશ લક્ષ્મણ ચંદનાણી, વાલા નારણભાઈ આહીર, સમસુદીન ઉર્ફે ગોલુ ઈબ્રાહીમ બુચડની પોલીસે જુગાર  રમવાના આરોપસર ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં રોકડા રૂા. 7,43,000,  પાંચ મોબાઈલ કિ. રૂા. 50 હજાર સાથે કુલે રૂા. 7,93,000નો મુદામાલ  કબ્જે લેવાયો હતો.- કિડાણા સીમમાં છ ઝડપાયા  : ગાંધીધામ તાલુકાના કિડાણા ગામની  સીમમાં કાથણભાઈ મેમાભાઈ આહીરની કિસ્મત ટ્રાન્સપોર્ટમાં સેન્ટ પોલ સ્કૂલની  પાછળ ચાલતા  જુગારધામ  ઉપર ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ  ત્રાટકી હતી. દરમ્યાન કાથણ  મેમાભાઈ આહીર, યોગેન્દ્રસિંહ બચુભા ઝાલા, મ્યાજરભાઈ જેસંગભાઈ આહીર, શામજીભાઈ વાલાભાઈ જરૂ, જીવણભાઈ નારણભાઈ આહીર, યોગેશ  કરશનભાઈ આહીર, કામસ આદમ કકલ રોકડા   રૂા. 1,26,000, મોબાઈલ નં. 5 કિં. રૂા. 41 હજાર, ત્રણ વાહનો કિ. રૂા. 15,20,000 સાથે  કુલ રૂા. 16,87,000ના મુદ્દામાલ   સાથે પકડાયા હતા.- આદિપુરમાં દુકાનમાં જુગારધામ : આદિપુર પોલીસે જૂની શાકમાર્કેટ પાસે કષ્ટભંજન એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી  જુગારધામ ઝડપી પાડયું હતું. જેમાં   મનીષભાઈ શામજીભાઈ સોરઠિયા, જગદીશભાઈ  છગનલાલ રાઠોડ, બાબુભાઈ  એમ. આહીર, સાગરભાઈ વેલજીભાઈ મ્યાત્રા  પકડાયા હતા.  આ સ્થળે  રોકડા રૂા. 79,350, બે મોબાઈલ ફોન કિં. રૂા. 4500  સાથે કુલે  રૂા. 83850નો મુદામાલ જપ્ત કરાયો હતો.- અંજારમાં 10 ખેલી જબ્બે : અંજાર શહેરની ગાયત્રી સોસાયટી પાસેથી  દિલીપ ઉર્ફે ધલો શાંતિલાલ  પ્રજાપતિ, હિરેન દિનેશભાઈ પ્રજાપતિ, શૈલેશ શાંતિલાલ  પ્રજાપતિ, કેતન રમેશભાઈ જણસારી, અજીઝ જાફર ખલીફા, લખુ કરશન આહીર, રામજી કરશન આહીર, સવાભાઈ કરશનભાઈ ડાંગર, જતિન અંબાલાલ પટેલ, સાગર  દિનેશ પ્રજાપતિ જાહેરમાં  જુગાર રમતા કાયદાની  ઝપટે ચડયા હતા.પોલીસે અહીં રોકડા રૂા. 41210, બેમોબાઈલ કિં. રૂા. 1 હજાર, કુલે રૂા. 42,210નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.  - ભીમાસરમાં પાંચ જુગારી પકડાયા  : આડેસર પોલીસે  રાપર તાલુકાના   ભીમાસર ગામમાં જેતાણીવાસમાં  સુરેશભાઈ  ઉર્ફે સતીશભાઈ દુદાભાઈ મકવાણા, દીપકભાઈ પેથાભાઈ મકવાણા, મહેશભાઈ  માદેવાભાઈ  પરમાર, ધીરુભાઈ રત્નાભાઈ મકવાણા (કોળી), દાનાભાઈ સુરાભાઈ પરમાર રોકડા રૂા. 37,500 સાથે જુગાર રમતા પકડાયા હતા. - સામખિયાળીમાં પણ પોલીસ ત્રાટકી  : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મોરીવાસ પ્રજાપતિ સમાજવાડી પાસે આવેલી ગલીમાં જયંતીભાઈ ધનજીભાઈ પ્રજાપતિ, ભાણજીભાઈ રાણાભાઈ પ્રજાપતિ, રવિલાલ મણિલાલ મારાજ, વિજયભાઈ ગોવિંદભાઈ  પ્રજાપતિ, જગદીશભાઈ રતિલાલભાઈ પ્રજાપતિ, લાલાભાઈ ધનજીભાઈ પ્રજાપતિની રોકડા રૂા. 33,200, ચાર મોબાઈલ ફોન નં. કિં. રૂા. 7500 સાથે કુલે રૂા. 40,700 સાથે પોલીસે  જાહેરમાં જુગાર રમવાના આરોપસર ધરપકડ કરી હતી. - મીઠી રોહરના વાડામાં જુગારધામ : ગાંધીધામ તાલુકાના મીઠી રોહર ગામમાં  સામજી નારણભાઈ આહીરના વાડામાં બનાવેલી ઓરડીમાં  ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડયો હતો. તે દરમ્યાન શૈલેશ બાબુભાઈ ગુજરિયા, સુરેશ શામજીભાઈ બાબરિયા, સુનીલ શંભુભાઈ બાબરિયા, સાવન લખુભાઈ બાબરિયા, વિશાલ રવજીભાઈ અવાડિયા, જયદીપ નારણભાઈ આહીર, ગોવિંદ જેસંગભાઈ આહીર, વિરમ દેવાભાઈ આહીર, મિતેષ ચનાભાઈ બાબરિયાની  પોલીસે  રોકડા રૂા. 36 હજાર સાથે અટક  કરી હતી.- પીપરાવાંઢ ગામે સાત પોલીસ પાંજરે  : લાકડિયા પોલીસે  ભચાઉ તાલુકાના પીપરાવાંઢ  વિસ્તારમાં  ભરત બબાભાઈ કોળીના રહેણાક મકાનથી બહાર  જાહેરમાં  જુગાર  રમતા  ભરત બબાભાઈ કોળી, અમરશી ભીમાભાઈ કોળી, પરબત ખેતાબાઈ કોળી, ભીમજી ડાયાભાઈ કોળી, નટવર ભીમાભાઈ કોળી, અમરા રણછોડ કોળી, બિહારીદાસ માનદાસ સાધુને પાંજરે પૂર્યા હતા. તહોમતદારો પાસેથી  રોકડા રૂા.  25,760, મોબાઈલ  ફોન  નં. 3 કિં. રૂા. 45,000 સાથે કુલે રૂા. 80,260ની માલમતા  હસ્તગત કરાઈ હતી. - આદિપુરમાં લાઈટ નીચે જુગટું : આદિપુરમાં  ચારવાળી છેલ્લી લાઈનમાં મકાન નં. 371ની દીવાલ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાસમાં  જુગાર રમતા  હનીફ ભચુ સોઢા, અંકિત શશિકાંત સોની, ચંદ્રસેન બાબુલાલ રાઠોડ, વિશાલનાથ મનસુખનાથ નાથબાવા, નરબહાદુર ધનબહાદુર બિસ્ટને રોકડા રૂા. 18,740, મોબાઈલ ફોન નં. 3 કિં. રૂા. 6500 સાથે  પોલીસે ઝડપી પાડયા હતા. - જાટાવાડા અને નવાગામમાં 14 જબ્બે : બાલાસર પોલીસ ટીમે  જુગારના બે દરોડો પાડયા હતા.રાપર તાલુકાના જાટાવાડા ગામના  કોળી વાસમાં  હનુમાન મંદિર પાસે  જાહેરમાં રમાતા  જુગારના પડમાંથી રોકડા રૂા. 16 હજાર, ચાર મોબાઈલ ફોન  કિં. રૂા. 2000, કુલે રૂા. 18000ના મુદામાલ   સાથે  મૂળજી ભાણજી કોળી, ગણેશ ભચુભાઈ વાઘેલા, જયેન્દ્રસિંહ ધીરૂભા વાઘેલા, રમેશભાઈ બાબુભાઈ ચાવડાની પોલીસે  અટક કરી હતી. પોલીસે રાપર તાલુકાના નવાગામ (આણંદપર)માં કોળીવાસના નાકે  પોલીસે  જાહેરમાં રમતા જુગાર ઉપર દરોડો પાડયો હતો  અહીંથી હરેશ પોપટભાઈ કોળી, દેવશી દયારામ કોળી, મોહન ખીમજીભાઈ  કોળી, અલ્પેશ નાથાભાઈ  કોળી, દયાલ લગધીરભાઈ કોળી, જેસંગ ભચાભાઈ કોળી, હિતેશ મોહન કોળી, નરેન્દ્ર મનજીભાઈ કોળી, શિવરામ ઉર્ફે કાનો નીલા કોળી, નરેશ ઉર્ફે ડાયા કોળી રોકડા રૂા. 11,400, સાત  મોબાઈલ ફોન કિં. રૂા. 9500 કુલે રૂા. 20,900ના મુદ્દામાલ સાથે  પકડી પાડયા હતા. - મોડામાં ચાર ખેલી ઝપટે: રાપર તાલુકાના મોડા ગામમાંરબારીવાસમાંથી જુગાર રમતા ધનાભાઈ  લક્ષ્મણભાઈ કોળી, મામદ ભૂરાભાઈ જુણેજા, સવજી  જેમલભાઈ કોળી, રમેશ રાણાભાઈ કોળી રોકડા રૂા. 4550 સાથે પોલીસે પકડી પાડયા હતા.  - આડેસરમાંય ચાર પકડાયા : આડેસરના કુલવાસમાં તીનપત્તીનો જુગાર રમતા  રામજી દેસરાભાઈ સોલંકી, કાનજી નરશીભાઈ સોલંકી, પ્રેમાભાઈ દેવજીભાઈ સોલંકી, ગોપાલભાઈ દેસરાભાઈ પરમાર પોલીસની ઝપટમાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ  પાસેથી રોકડા રૂા. 12,500 કબ્જે લેવાયા હતા.- ધમડકામાં છ જણ પૂરાયા : અંજાર તાલુકાના ધમડકા ગામના વસ્તીવાસમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જગદીશ વિભા પ્રજાપતિ, બાબુ વિભા પ્રજાપતિ, વિનોદ વિભા પ્રજાપતિ, ગોવિંદ ભાણજી પ્રજાપતિ, દીપકભાઈ વેલજીભાઈ પ્રજાપતિ, વિભાભાઈ બીજલભાઈ પ્રજાપતિને  પકડાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા. 28,300, ચાર મોબાઈલ ફોન કિં. રૂા. 20 હજાર  સાથે કુલે રૂા. 48,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પાડેલા જુગારના દરોડા સંદર્ભે આગળની  તપાસ હાથ ધરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer