ભીડ નાકે ગટરલાઇન બેસતાં દૂષિત પાણી દેશલસર તળાવ માર્ગે ફેલાયા

ભીડ નાકે ગટરલાઇન બેસતાં દૂષિત પાણી દેશલસર તળાવ માર્ગે ફેલાયા
ભુજ, તા. 13 : શહેરના ભીડ નાકે ગટરલાઇન બેસી જતાં દૂષિત પાણી ઊભરાઇને માર્ગ પર ફેલાવા શરૂ થતાં રાહદારીઓ - વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. ભુજના ભીડ નાકે હરભોલે લોજની સામે મુખ્ય ગટરલાઇન બેસી જતાં દુર્ગંધયુક્ત પાણી માર્ગો પર ફરી વળવા સાથે દેશલસર તળાવમાં પણ પહોંચ્યાં હતાં. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટ્રાક્ટરની મોટી રકમ ચડત હોવાથી તેમણે કામની ના ભણી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાનુશાલીનગર અને બેન્કર્સ કોલોની સહિતના વિસ્તારોનું પાણી આ લાઇનમાંથી પસાર થતું હોવાથી જો સત્વરે મરંમત કામ હાથ નહીં ધરાય તો ઉપરોકત વિસ્તારોને દૂષિત પાણી બાનમાં લેશે તેવી ભીતિ જાગૃતો વ્યકત કરી રહ્યા છે. જો કે, આધારભૂત સૂત્રોનો સંપર્ક સાધતાં તેમણે ચૂકવણા મોડા કરાતાં હોવાની વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે કોન્ટ્રાકટર દ્વારા તત્કાળ કામો કરી આપવા તૈયાર હોવાનું જણાવી ઉપરોકત લાઇનનું મરંમત કામ શરૂ થઇ ગયું હોવાનું ઉમર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer