નખત્રાણામાં આત્મનિર્ભર યોજના ચેકનું વિતરણ

નખત્રાણામાં આત્મનિર્ભર યોજના ચેકનું વિતરણ
ભુજ, તા. 13: આજે નખત્રાણા ખાતે રાજકોટ?નાગરિક સહકારી બેંક ભુજ બ્રાન્ચના સહયોગથી નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આત્મનિર્ભર યોજના ચેક વિતરણ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર અને સાંસદ વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને કરાયું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી આહીર અને સાંસદ શ્રી ચાવડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બેંક પોતાના કાર્યક્ષેત્રની બહારના વિસ્તારમાં સાચા અર્થમાં લોકોને ઉપયોગી થઇ છે તે બદલ બેંક પરિવારનો તેમણે આભાર માન્યો હતો તેમજ આત્મનિર્ભર યોજનાની સરકારની કામગીરી વર્ણવી હતી. બેંકના કન્વીનર દિલીપભાઇ ત્રિવેદીએ કહ્યું હતું કે, નાના માણસની મોટી બેંક એટલે રાજકોટ નાગરિક સહકારી બેંક. તેમણે બેંકની નીતિ વિશે લોકોને માહિતગાર કરી સરકારની યોજનામાં હંમેશાં સહકારની ભાવનાથી લોકોને ઉપયોગી થવાની નેમ વ્યક્ત કરી હતી.દરમ્યાન, વડાપ્રધાન શ્રી મોદીની પુરસ્કૃત આત્મનિર્ભર ભારતની યોજના અભિયાનને ચરિતાર્થ કરવા તથા મુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણીની નીતિ અનુસાર અસરગ્રસ્ત નાના વેપારીને કામ કરતા લોકોને રાજ્યની સહકારી બેંકના સહકારથી ઉપયોગી થવા માટે સરકાર દ્વારા વ્યાજ સબસિડી સાથેની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મંત્રી શ્રી આહીર, સાંસદ શ્રી ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ભુજ બ્રાન્ચના કન્વીનર દિલીપભાઇ, સહકન્વીનર પ્રવીણભાઇ પિંડોરિયા, તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, અબડાસા માજી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, બેંકના ડી.સી.એમ. અશ્વિનભાઇ મહેતા, મેનેજર હેમાંશુભાઇ જોશી, સ્થાનિક સામાજિક-રાજકીય તેમજ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો બાબુભાઇ ધનાણી, વિકાસભાઇ રાણા, રાજુભાઇ પલણ, જયસુખભાઇ પટેલ, દિલીપભાઇ નરસંઘાણી, ભરતભાઇ સોમજિયાણી, વસંતભાઇ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, કાનજીભાઇ કાપડી, પીઢ આગેવાન રવજીભાઇ ખેતાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer