દાતાના સહકારથી નિર્મિત બાડા પંચાયતનું લોકાર્પણ

દાતાના સહકારથી નિર્મિત બાડા પંચાયતનું લોકાર્પણ
મોટા લાયજા, તા. 13 : સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા અને ગ્રામીણ સંસદ ગણાતી ગ્રા.પં.ના ભવનનું આ ગામે પુન:નિર્માણ ગામના સાકરબેન કેશવજી જેઠાભાઈ સાવલા મિલન પરિવારના સૌજન્યથી થતાં માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે ગામના અગ્રણીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ પારૂલબેન વિરમ કોલીએ મહેમાનોને આવકાર્યા હતા. તા. ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં આ વિસ્તારના વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. ધારાસભ્ય વીરેન્દ્રસિંહે ગામની ગટર યોજના માટે ખૂટતી 6 લાખની રકમની ગ્રાન્ટ ફાળવી હતી. જિ.પં. સદસ્ય નરેશ મહેશ્વરીએ ગામના આસ્થા  કેન્દ્ર ભીમનાથ મહાદેવને જોડતો 2 કિ.મી.નો માર્ગ બનાવવા આવેલી રજૂઆત ધારાસભ્ય સુધી પહોંચાડી હતી. તા. ભાજપ પ્રમુખ સુરેશ સંઘારે દાતા પરિવારની દાનભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્યનું સરપંચ પારૂલબેન, ઉપસરપંચ હાંસબાઈ દેવાંધ ગઢવી, ગ્રા.પં. સભ્યો, દાતા પરિવારના અને મહાજન પ્રમુખ કીર્તિભાઈ કેશવજી સાવલા, મહાજન અગ્રણીઓએ સ્મૃતિચિહ્ન, તલવાર ભેટ આપી સન્માન કર્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, કા. ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, સા. ન્યા. સમિતિ ચેરમેન કેશવજી રોશિયા, તા. ભાજપ મહામંત્રીઓ કિશોરભાઈ ગઢવી, મહેન્દ્ર રામાણી, ગોવિંદગર ગુંસાઈ, તા. ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી, તા. સરપંચ સંગઠન પ્રમુખ વરજાંગ રામ ગઢવીનું ગામના અગ્રણીઓ મણિલાલ હરિયા, હંસરાજભાઈ ગડા, રાજેશ સાવલા, ભરત સાવલા, પુનશી લધાભાઈ ગઢવી, પુનશીભાઈ વિસરિયા, અનુભા પઢિયાર, વિશનજી ગાંગજી ગાલા (મુંબઈ), આશા રામ ગઢવી, મામદ ખલીફા, પચાણજી તથા ગોવિંદજી જાડેજા, મણિલાલ ઠક્કર, હાજા નથુ આહીર, સિધિક ઓસમાણ, આશા રામ ગઢવી વગેરે અગ્રણીઓના હસ્તે સન્માન કરાયું હતું. ફોજમાં પોતાની ફરજમાંથી નિવૃત્ત થયેલા ગામના યુવાન ભીમસિંહ વંકાજી જાડેજાનું વિશિષ્ટ બહુમાન ઉપસ્થિત સૌએ કર્યું હતું. દાતા પરિવારના સ્વ. વડીલ કેશવજી જેઠાભાઈ સાવલા `નગરશેઠ'ના બાડા ગ્રામ વિકાસ માટેના ઉમદા પ્રદાનની સરાહના કરાઈ હતી. માંડવી તા. વિ.હિ.પ. પ્રમુખ જીવરાજ હરધોર ગઢવી, સામત કાંયા (પાંચોટિયા સરપંચ), શિવરાજ ખીમરાજ તથા ધારાસભ્ય કાર્યાલય ઈન્ચાર્જ વિનુભાઈ થાનકીનું સન્માન કરાયું હતું. તલાટી અંજનાબેન, વિરમ ગઢવી, ઈકબાલ સાટી, મૂળજીભાઈ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન સૌરભ છાડવા અને વિક્રમસિંહ પઢિયારે કર્યું હતું. મહેમાનોને બાડા ગામ દસ્તાવેજીકરણનું `બાડાયન' ગ્રંથ ભેટ આપવામાં આવેલું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer