સહકારી ક્ષેત્રમાં વિકાસની નવી ગતિ માટે નિર્ધાર

સહકારી ક્ષેત્રમાં વિકાસની નવી ગતિ માટે નિર્ધાર
અંજાર, તા. 13 : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અંજાર સંચાલિત શાકભાજી માર્કેટમાં રવિવારના રોજ બજાર સમિતિ અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ દેશમાં સહકારી માળખાની અવ્વલ નંબરની અમૂલ સંસ્થામાં વાઈસ ચેરમેનપદે વરાતાં તેમનું શાકભાજી વેપારીઓ, દલાલો, ખેડૂતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વાઈસ ચેરમેન બન્યા બાદ પ્રથમ વખત જ શાકભાજી સબયાર્ડમાં આવતાં તેમનું સ્વાગત સન્માન કરાયું હતું. બજાર સમિતિ અંજારના વાઈસ ચેરમેન દુદાભાઈ બરારિયા, નગરપાલિકા અંજારના પ્રમુખ તથા બજાર સમિતિ અંજારના ડાયરેકટર રાજેશભાઈ પલણ તથા બજાર સમિતિ અંજારના ડાયરેકટરો સહદેવસિંહ જાડેજા, વેલાભાઈ જરૂ, માવજીભાઈ ચોટારા, પ્રકાશભાઈ લોદરિયા, શંભુભાઈ હુંબલ તથા હોલસેલ શાકભાજી વેપારીઓ કુંવરજીભાઈ ટાંક, દેવેન્દ્રભાઈ મહેતા, તેજશભાઈ ઠક્કર, પીયૂષભાઈ ટાંક,  બિપિનભાઈ પલણ,  સામજીભાઈ હીરાણી, ગિરધરભાઈ જેઠવા, કરનભાઈ જેઠવા, ભરતભાઈ વેગડ, નીલેશભાઈ પ્રજાપતિ, જિગરભાઈ ઠક્કર,  જગદીશભાઈ ઠક્કર, જગદીશભાઈ રાઠોડ, દિનેશભાઈ કાતરિયા, હરિલાલ કાપડી, રમેશભાઈ ઠક્કર, હરીશભાઈ ઠક્કર,  કેતનભાઈ ઠક્કર, લાધુભાઈ નાડોદા, વિજયભાઈ સોરઠિયા, અશોકભાઈ દેવીપૂજક, જગદીશભાઈ વડેચા તથા ખેડૂતો મોહનભાઈ, રતિલાલભાઈ, ધનજીભાઈ, કનૈયાલાલ, કિશોરભાઈ વગેરે દ્વારા સ્વાગત  સન્માન કરાયું હતું. લાગણીનો પ્રત્યુત્તર આપતાં વલમજીભાઈએ જણાવ્યું હતું કે, અમૂલમાં વાઈસ ચેરમેન તરીકેની નિમણૂકથી જવાબદારીઓ ચોક્કસ વધી છે, પરંતુ આ ક્ષેત્રમાં હંમેશાં લોકોના આર્થિક, સામાજિક વિકાસને નવી ગતિ મળે તેવા પ્રયત્નો રહેશે. અન્ય મોટા દૂધ સંઘોની સાથે કચ્છને વાઈસ ચેરમેન પદની પસંદગી માટે તેમણે ભાજપની કેન્દ્રીય નેતાગીરી અને વડાપ્રધાન શ્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે એ.પી.એમ.સી.ની છત્રછાયામાં અને વલમજીભાઈ હુંબલના માર્ગદર્શનમાં શાકભાજી યાર્ડ વેપારમાં પ્રગતિ થઈ છે અને આ જ રીતે ભવિષ્યમાં માર્ગદર્શન મળતું રહેશે. આભારવિધિ પીયૂષભાઈ ટાંકે કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer