ગાંધીધામના ઓજસ કોમ્પ્લેક્ષની છતનાં પોપડાં પડતાં લોકોમાં ભય

ગાંધીધામના ઓજસ કોમ્પ્લેક્ષની છતનાં પોપડાં પડતાં લોકોમાં ભય
ગાંધીધામ, તા. 13 : શહેરમાં આવેલી  ઓજસ  બિલ્ડીંગની  છતમાંથી  અચાનક પોપડાં પડતાં   સ્થાનિકોમાં  ભયનો  માહોલ ઊભો થયો હતો. સદ્ભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. ગાંધીધામ સંકુલના સેક્ટર-9માં પ્લોટ નં. 69 ઉપર આવેલા ઓજસ કોમ્પ્લેક્ષમાં ગઈકાલે રાત્રિના સમયે  છતમાંથી પોપડાં પડયાં હતાં. આ ઉપરાંત થોડા દિવસો અગાઉ આવેલા ભૂકંપના આંચકાને કારણે ઈમારતમાં આવેલી એક કચેરીની આખે આખી છત નીચે  પડી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી.ઈમારતના દિવ્યરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે  આ અંગે  કોમ્પ્લેક્ષના ઓનર્સને રજૂઆત કરાઈ છે.અહીંના ઓફિસધારકો નવા બાંધકામ માટે પણ તૈયાર છે. ઈમારતની જર્જરિત સ્થિતિ અંગે  નગરપાલિકામાં રજૂઆત  કરવામાં  આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer