મેસ્સી અને રોનાલ્ડો એક જ ક્લબ તરફથી રમશે ?

નવી દિલ્હી, તા.13: વિશ્વના બે સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં એક સાથે એક જ ટીમમાં રમતા જોવા મળી શકે છે. આ સિઝનમાં ખેલાડીઓનું સૌથી મોટું ટ્રાંસફર થઇ શકે છે. રોનાલ્ડોને યુવેંતસે ઓફલોડ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ લિયોનલ મેસ્સી જે કલબ તરફથી રમી રહ્યો છે તે બાર્સિલોનાએ રોનાલ્ડોને મોટી ઓફર કરી છે તેવા રિપોર્ટ છે. યુવેંતસે રોનાલ્ડોને બે સિઝન પહેલા જ ખરીદ કર્યો હતો. હવે કોરોનાને લીધે કોસ્ટ કટિંગના કારણે યુવેંતસ તેના સૌથી સફળ અને મોંઘા ખેલાડી રોનાલ્ડોને ઓફલોડ કરવા માગે છે. રોનાલ્ડોની સેલેરી 28 મીલીયન પાઉન્ડ એટલે કે લગભગ 24 કરોડ રૂપિયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer