મહિલા ક્રિકેટર અંશુલા રાવ ડોપ ટેસ્ટમાં ઝડપાઈ

નવી દિલ્હી, તા.13: ભારતીય મહિલા ક્રિકેટ માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશની મહિલા સીનીયર ક્રિકેટ ટીમની ખેલાડી અંશુલા રાવ નાડાના ડોપ ટેસ્ટમાં ઝડપાઇ છે. તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. તેણીએ પ્રતિબંધિત દવાનું સેવન કર્યાંનું બહાર આવ્યું છે. અંશુલા પર એવો આરોપ છે કે પોતાના પ્રદર્શન સુધારવા માટે આ દવા લીધી હતી. નાડા ડોપ ટેસ્ટમાં પોઝિટિવ જાહેર થનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. અંશુલા રાવે સ્વીકાર્યું છે કે 19-નોરંડ્રોસ્ટેને નામની દવા લેવાથી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો રિપોર્ટ માર્ચના પ્રારંભે વડોદરામાં થયો હતો. અંશુલા પર બેથી ચાર વર્ષનો પ્રતિબંધ મૂકાઇ શકે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer