માંડવીમાં સરકારી કચેરીનું તાળું તોડી 50 હજારની ચોરી

ભુજ, તા. 13 : માંડવી શહેરમાં નલિયા રોડ ઉપર જૂની મામલતદાર કચેરી ખાતે કાર્યરત કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી માંડવી વિભાગનું તાળું તોડીને તેમાંથી રૂા. 50,500ની સામગ્રીની ચોરી થઇ હતી.  આ બાબતે કચેરીના જુનિયર નિરીક્ષક અભિપ્સા મયૂરકુમારે લખાવેલી ફરિયાદ મુજબ ગત તા. છઠ્ઠીની રાત્રિથી તા.11મી દરમ્યાન આ ઘટના બની હતી. કચેરીનું તાળું તોડીને અંદર ઘૂસેલા કોઇ હરામખોરો કચેરીના લેબોરેટરી રૂમને અસ્તવ્યસ્ત કરી ત્યાંથી રૂા. 50,500ની પિતળની જુદી-જુદી 19 સામગ્રી ઉઠાવી ગયા હતા. માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer