કંપની માટેનાં પ્રમાણપત્ર અર્થે તલાટીના ખોટા સહી-સિક્કા કરવા મામલે ફોજદારી દાખલ

ભુજ, તા. 13 : તાલુકાના માધાપર ગામે સર્વે નંબર 380 પૈકીની જમીન ઉપર કાર્બન કંપની ઊભી કરવા માટે ડિસ્ટન્સ પ્રમાણપત્ર હસ્તગત કરવા માટે ભુજ શહેર તલાટીના ખોટા સહી અને સિક્કા કરવા બદલ માધાપર ગામના ભરત ભીખાલાલ વાઘેલા સામે વિવિધ કલમો તળે ફોજદારી દાખલ કરાવાઇ હતી. ભુજોડી ગામે રહેતા અને ભુજ શહેર તલાટી તરીકે ફરજ બજાવતા જિગર મોહનભાઇ ધોળુ દ્વારા આજે ભુજ બી. ડિવિઝન પોલીસ મથકમાં ભરત વાઘેલા સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાાદેશિક કચેરીમાં રજૂ કરવા માટેના ડિસ્ટન્સ સર્ટિફિકેટ માટે ભુજ શહેર તલાટી કચેરીનો સંપર્ક કરાયો હતો. કચેરીને આ માટેના અધિકાર ન હોવાથી ના પડાયા બાદ અરજદારે કચેરીનું આવું પ્રમાણપત્ર બતાવતાં કંપની સાથેના પત્રવ્યવહાર અને તપાસ બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer