સાડઇનો ઇસમ ગેરકાયદે દેશી બંદૂક સાથે ઝડપાયો

ભુજ, તા. 13 : તાલુકાના બન્ની વિસ્તારના સાડઇ ગામે બાતમીના આધારે દરોડો પાડી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ ગામના ખેરમામદ જુમ્મા હાલેપોત્રાને પરવાના વગરની દેશી બંદૂક સાથે પકડી પાડયો હતો .સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આરોપીએ સાડઇ ગામે ગ્રામ પંચાયતની પછવાડે બાવળની ઝાડીઓ વચ્ચે આ દેશી બનાવટની મજરલોડ બંદૂક સંતાડી રાખી હતી. જેને કબ્જે લઇ આરોપીની ધરપકડ કરી તેની સામે ખાવડા પોલીસ મથકમાં હથિયાર ધારા તળે ગુનો દાખલ કરાવાયો હતો. આગળની પૂછતાછમાં આ ગેરકાયદે હથિયાર કયાંથી અને કયા હેતુ સાથે આવ્યું તેના સહિતની વિગતો સ્પષ્ટ થવાની ધારણા સેવાઇ રહી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer