બન્નીના ઘાસિયા મેદાનનો વિસ્તાર વન વિભાગને ન સોંપવા માંગ

અંજાર, તા. 13 : બન્નીના ઘાસિયા મેદાનનો વિસ્તાર વન વિભાગને ન સોંપવા માટે અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.સમાજના પ્રમુખ હીરાભાઇ દેવાભાઇ રબારીએ કહ્યું કે, સ્થાનિક માલધારીઓ પશુપાલન કરી પોતાનો જીવનનિર્વાહ ગુજારે છે. આ તમામની રોજીનો આધાર ઘાસિયો વિસ્તાર હોતાં જો તેને રક્ષિત જંગલ જાહેર કરી વન વિભાગને સોંપી દેવાય તો માલધારીઓ માટે મુશ્કેલી ઊભી થઇ?શકે તેમ હોવાનું જણાવી આ વિસ્તારને હંમેશાં પશુધન માટે ખુલ્લો રાખવા રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer