પૂર્વ કચ્છમાં ગુનાશોધન માટે રણનીતિ ઘડશું

પૂર્વ કચ્છમાં ગુનાશોધન માટે રણનીતિ ઘડશું
મનજી બોખાણી દ્વારા-  ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં નવા આવેલા આઇ.પી.એસ. અધિકારી એવા પોલીસવડા મયૂર પાટિલે એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઇ રહે તે માટેના તમામ પ્રયાસ હાથ?ધરવામાં આવશે. પોલીસવડા શ્રી પાટિલે જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તમામ પ્રયાસ હાથ?ધરાશે. કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પ્રયત્નશીલ રહીશું. હાલમાં પૂર્વ કચ્છમાં વધી રહેલા લૂંટ-ચોરીના બનાવોમાં શોધનની કામગીરી માટે રણનીતિ ઘડી કડક પ્રયાસ કરવામાં આવશે. લોકોને પણ આવા બનાવો અંગે સતર્ક રહેવા સજાગ કરવામાં આવશે. પૂર્વ કચ્છમાં રાપરના બેલા, ખડીર વગેરે સરહદી વિસ્તારો છે ત્યારે અગાઉની જેમ સીમાસુરક્ષા દળની સાથે મળીને પેટ્રોલિંગ કરાશે. સરહદી અને દરિયાઇ?સીમાઓની આસપાસ આવેલા ગામડાંઓના લોકોની મદદ લેવામાં આવશે. શંકાપ્રેરક પ્રવૃત્તિઓ અંગે તેમને સજાગ કરવામાં આવશે તેવું શ્રી પાટિલે જણાવ્યું હતું. પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વ્યવસ્થિત અમલીકરણ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer