પૂર્વ-પશ્ચિમમાં 68 ખેલૈયા જુગારના બાર દરોડામાં પકડાયા

પૂર્વ-પશ્ચિમમાં 68 ખેલૈયા જુગારના બાર દરોડામાં પકડાયા
ભુજ/ગાંધીધામ, તા. 11 : સાતમ અને આઠમના તહેવારના અવસરે જિલ્લામાં જુગાર રમતા તત્ત્વોની પ્રવૃત્તિ જાણે પરાકાષ્ઠા ભણી પહેંચી હોય તેવા માહોલ વચ્ચે કાયદાના રક્ષકો પણ આ બદી સામે પ્રવૃત્ત રહયા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આજે વિવિધ સ્થળે પડાયેલા બાર દરોડામાં 68 સ્ત્રી-પુરુષ ખેલી કાયદાના સકંજામાં સપડાયા હતા. જેમની પાસેથી છ લાખ જેટલી કિંમતની માલમત્તા કબજે કરાઇ હતી. માધાપર, ભુજ, ડેપા, ભોરારા, મેઘપર, હબાય, ચરોપડી, કબરાઉ, પલાંસવા, લાકડિયા, ધાણીથર અને સણવા ખાતે આ કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી. - માધાપરમાં છની ધરપકડ : ભુજની ભાગોળે તાલુકાના માધાપર ગામે એમ.એસ.વી. હાઇસ્કૂલ પછવાડે યોગેશ અશ્વિન પરમારના ઘરની બહાર જુગારનો દરોડો પડાયો હતો. આ સ્થળેથી ગામના યોગેશ પરમાર, કેતન અશ્વિન પરમાર, ગીતાબેન નીતિન રાઠોડ, પુષ્પાબેન અશ્વિન પરમાર, શ્રદ્ધાબેન કેતન પરમાર અને સરોજબેન ચેતનભાઇ રાઠોડને પકડાયા હતા. તીનપત્તીનો જુગાર રમવાના આરોપસર પકડયેલા આ આરોપીઓ પાસેથી રૂા. 12,170 રોકડા, એક સ્કૂટર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. 42,170ની માલમતા કબ્જે કરાયાની વિગતો પોલીસે આપી હતી. - ભુજમાં ચાર પત્તાપ્રેમી પકડાયા : જિલ્લા મથક ભુજમાં જનરલ હોસ્પિટલ સામેના ન્યૂ લોટસ કોલોની વિસ્તારમાં રામદેવપીર મંદિરની સામે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ખેલીને રૂા. 11,230 રોકડા અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા. 20,730ની માલમતા સાથે ઝડપાયા હતા. આરોપીઓમાં ભુજના ઉમર જુશબ લાખા, રાકેશ રમેશ સોનવાલ, રાકેશ ફકીરા ગેલોન અને ધવલ દયાલગિરિ ગોસ્વામીનો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. - ડેપામાં ગુણવત્તાસભર દરોડો : મુંદરા તાલુકાના ડેપા ગામે મુંદરા પોલીસે દરોડો પાડીને મહાજન ચોકમાં રોડલાઇટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા છ જણને પકડયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ જેમને ઝડપાયા છે તે તહોમતદારોમાં ડેપાના રાણુભા નારૂભા સોઢા, નવીનાળના ભીખુભા રાસુભા જાડેજા, ભુજપુરના ઉમેશ શામજી જોશી, ડેપાના નીરવ શામજી મારૂ અને પ્રતાપાસિંહ જટુભા જાડેજા તથા બિદડાના દિનેશ વીરજી રાજગોરનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂા. 23,700 રોકડા અને છ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 36,700ની માલમતા કબ્જે લઇ પોલીસે ગુનો નોંધ્યો હતો.- ભોરારામાં પણ ગણનાપાત્ર કેસ : મુંદરા પોલીસે તાલુકાના ભોરારા ગામે પણ જુગાર બાબતે ક્વોલિટી કેસ સાથેનો દરોડો પાડયો હતો. જેમાં ગામના મહાવીરાસિંહ હનુભા જાડેજા, મહિપતાસિંહ સ્વરૂપાસિંહ જાડેજા, હરપાલાસિંહ સરદારાસિંહ જાડેજા, દિલુભા ભીખુભા જાડેજા, અજીતાસિંહ મેઘુભા જાડેજા, જયદીપાસિંહ જીલુભા જાડેજા, ગોપાલાસિંહ બનુભા જાડેજા, સુરેશાસિંહ મેઘુભા જાડેજા, હરદીપાસિંહ સરદારાસિંહ જાડેજા, રમેશાસિંહ વખુભા જાડેજા અને જીતેદ્રાસિંહ રણછોડજી વાઘેલાને ગામના જૈનચોકમાં શેરીમાંથી ગંજીપાનાથી રમતા ઝડપાયા હતા. આ કાર્યવાહીમાં રૂા. 63,400 રોકડા અને આઠ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 99,400ની માલમતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.- મેઘપર ગામે ત્રિપુટી ઝપટે : લખપત તાલુકામાં નરા પોલીસે મેઘપર ગામે દરોડો પાડીને ગામના હીરા નારાણ કોળી અને નારાણ ફકુ કોળી તથા દહીંસરા (ભુજ)ના મામદ સુમાર કોળીને ઝડપ્યા હતા. જૂના પંચાયતઘર પાસે ખુલ્લામાં આ ત્રિપુટી ધાણીપાસા વડે રમી રહી હતી ત્યારે તેમને રૂા. 7690 સાથે પકડાયા હતા, તેમ પોલીસે માહિતી આપી હતી.- હબાયમાં ચાર ખેલી સપડાયા : ભુજ તાલુકામાં હબાય ગામની દક્ષિણે રામોરી તળાવ પાસે ડુંગરની ટેકરી ઉપર ગંજીપાનાના જુગાર ઉપરના દરોડામાં ચાર જણ કાયદાની ઝપટે ચડયા હતા. રૂા. 1300 રોકડા સાથે આ કિસ્સામાં હબાય ગામના રણછોડ ધનજી કેરાસિયા, વાલા ભચુ કેરાસિયા, રણછોડ હરિ કેરાસિયા અને ભરત કાનજી કેરાસિયાને પકડાયા હોવાની વિગતો પોલીસે આપી હતી.- ચરોપડીમાં પણ ત્રણ ઝડપાયા : અબડાસામાં ચરોપડી મોટી ગામે કોળીવાસ વિસ્તારમાં કચરા જાફર કોળીના ઘરની બહાર ગંજીપાનાથી રમતા ત્રણ જણને રૂા. 390 સાથે પકડાયા હતા. આરોપીમાં ગામના મામદ જાફર કોળી, જેન્તી કચરા કોળી અને જુમા સુમાર કોળીનો સમાવેશ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વ કચ્છમાં આજે દિવસ દરમ્યાન અને ગત મોડીરાત્રે પડાયેલા પાંચ જુદા-જુદા દરોડામાં પોલીસે 31 ખેલીઓને પાંજરે પૂરી દીધા હતા. આ કાર્યવાહી દરમ્યાન જુગાર રમતા શખ્સો પાસેથી રોકડ?રૂા. 1,19,660 જપ્ત કરાયા હતા. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ, બાઇક, ચાર્જિંગ બેટરી વગેરે મળીને કુલ રૂા. 3,79,060નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.- ભચાઉના કબરાઉમાં 10 ખેલી પોલીસ પાંજરે પુરાયા : કબરાઉના કૃષ્ણનગર પાછળની સીમમાં જીતુભા જાડેજાના ખેતરની પાસે ખુલ્લી જગ્યામાં મોડીરાત્રે જુગાર રમાતો હતો ત્યારે પોલીસ ત્રાટકી હતી અને ભરત ગોવિંદ સથવારા, યુવરાજસિંહ ગણપતસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ ઉર્ફે કાનો અનુભા જાડેજા, જયેશભા રામાભા ગઢવી, ભરતભા લાભુભા ગઢવી, રફીક જુસબ સમા, હર્ષદગર ગુલાબગર ગોસ્વામી, જાનમામદ અલ્લારખા હિંગોરજા, પ્રફુલ્લ કંથડ, રમેશ કંથડ?ગુંસાઇ અને નરશીભા રામાભા ગઢવી નામના શખ્સોને દબોચી લીધા હતા. તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 72,430 તથા 12 મોબાઇલ, બે ટોર્ચ એમ કુલ રૂા. 2,93,830નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.- પલાંસવામાંથી ત્રણ?ખેલીની ધરપકડ : પલાંસવા ગામની સીમમાં ધીંગાણીવાસના ચોકમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં જુગાર રમી પોતાનું નસીબ અજમાવતા અનિલ પેથા સોલંકી, પપ્પુ ઉર્ફે મહેન્દ્ર ગણેશ રાજપૂત અને કાંતિ અરજણ રાઠોડ?નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 14,440 જપ્ત કરવામાં આવ્યા હતા.- લાકડિયામાંથી સાત શખ્સોની અટકાયત : લાકડિયા-આધોઇ માર્ગ ઉપર પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદ વિરમ કોળીના ઘર પાછળ વાડામાં અમુક ઇસમો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો. અહીં પત્તા ટીંચતા અરવિંદ વિરમ કોળી, પ્રવીણ લખા કોળી, વિજય ભીખા કોળી, ગોવિંદ રાણાભા ગઢવી, પ્રકાશ મોહન કોળી, ભરત મગન કોળી અને દિલુભા ખેંગારજી જાડેજાની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 14,190, ચાર મોબાઇલ, બે બાઇક એમ કુલ રૂા. 50,690નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.- ઘાણીથરમાંથી સાત પકડાયા : ઘાણીથર કાંકર સીમમાં આવેલ દામા થોભણ ઓસવાળનું ખેતર મોમાયા ટપુ કોળી વાવે છે. આ ખેતરના શેઢા ઉપર બાવળ નીચે અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી અને મુકેશસિંહ મંગુભા જાડેજા, કાના મંગરા ભરવાડ, જીતુભા સુખુભા જાડેજા, ભચુ મોમાયા કોળી, નવીનસિંહ સમુભા જાડેજા, યુવરાજસિંહ નટુભા જાડેજા અને ફતુભા મોહનસિંહ જાડેજાની ધરપકડ?કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,800, બે મોબાઇલ, ચાર્જિંગ બેટરી એમ કુલ રૂા. 13,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.- સણવામાં પણ ચારને દબોચી લેવાયા : સણવા ગામના ચોકમાં ગતરાત્રે જુગાર ચાલતી હતી ત્યારે પોલીસે અચાનક છાપો માર્યો હતો અને ગફુર લાલમામદ નારેજા, શંકર રામશી કોળી, મુબારક જુસબ નારેજા તથા સોમા વીરભાણ કોળીની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 6800 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer