ગાંધીધામના અગ્રવાલ સમાજ દ્વારા દર મહિને નિ:સહાય લોકોને અપાતી રાશનકિટ

ગાંધીધામના અગ્રવાલ સમાજ દ્વારા દર મહિને નિ:સહાય લોકોને અપાતી રાશનકિટ
ગાંધીધામ, તા. 11 : અહીંના અગ્રવાલ સમાજ દ્વારા વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરાય છે. દરમહિને નિ:સહાય લોકોને રાશનકિટ અને એચઆઇવી પોઝિટિવ બાળકોને પ્રોટીન તેમજ નાસ્તાનું વિતરણ કરાય છે. 40 જેટલા પ્રતિષ્ઠિત અગ્રવાલ બંધુઓ દ્વારા આ કાર્ય માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે જેની સમગ્ર કાર્યવાહીમાં પ્રહલાદરાય ગોયલ સેવા આપી ચલાવી રહ્યા છે. અગ્રવાલ સમાજની યાદી મુજબ સમાજ દ્વારા એક સિલાઇ પ્રશિક્ષણ કેન્દ્ર પણ ચલાવાય છે જે પૂનમ સોસાયટી સેક્ટર-6 ગણેશ મંદિરના હોલ ખાતે કાર્યરત છે. આ કેન્દ્રમાં 30 મહિલાના બેચમાં જરૂરતમંદ મહિલાઓ / બાળકીઓને સિલાઇ શીખવી પ્રશિક્ષણ પૂરું થઈ ગયા બાદ અડધી કિંચત પર સિલાઈ  મશીન પણ આપી પગભર થવા મદદ કરાય છે. સમાજ દ્વારા જરૂરિયાતવાળા લોકોને વોકર અને વ્હીલચેર જેવા મેડિકલના સાધનો પણ ડિપોઝિટ લઇને ઉપયોગ માટે અપાય છે જેનું કોઇ ભાડું લેવાતું નથી. ઓગસ્ટ મહિનાના લાભાર્થીઓને સોમવારે 80 રાશનકિટનું વિતરણ સમાજના મંત્રી ભગવાનદાસ ગુપ્તાના હસ્તે કરાયું હતું. પ્રહલાદ ગોયલે સંચાલન કર્યું હતું. સિલાઇ?મશીનના દાનમાં પ્રમોદ રાધેશ્યામ બંસલે પણ યોગદાન આપ્યું છે એવું સમાજના અધ્યક્ષ સુરેશ ગુપ્તા દ્વારા જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer