પર્યુષણ પર્વ નિમિત્તે ડો. કુમારપાળ દેસાઇનાં વ્યાખ્યાન પ્રસારિત થશે

પર્યુષણ પર્વ નિમિત્તે ડો. કુમારપાળ દેસાઇનાં વ્યાખ્યાન પ્રસારિત થશે
મુંબઇ, તા. 11 : આ વર્ષે પર્યુષણ પર્વના વ્યાખ્યાનો ઓનલાઇન યોજાવાનાં હોવાથી ડો. કુમારપાળ દેસાઇના જુદા જુદા દેશોમાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એન્ટવર્પ, દારે-સલામ, લંડન, માન્ચેસ્ટર, મુંબઇ, અમદાવાદ તથા અમેરિકાના હ્યુસ્ટન, ડલાસ, કનેકટીકટ, તલસા જેવા જૈન સેન્ટરોમાં પર્યુષણના વિષયો પર કુમારપાળ દેસાઇના વ્યાખ્યાનો પ્રસારિત થશે.આ વ્યાખ્યાનોમાં કોરોના મહામારીના સંજોગોમાં વ્યક્તિએ જૈન જીવનશૈલી કેવી રીતે અપનાવવી જોઇએ તેની ચર્ચા કરવામાં આવશે. તેમજ વર્તમાન પરિસ્થિતિમાં આવેલાં પરિવર્તનો સાથે ધર્મ ક્રિયાઓનો કેવો તાલ મેળવવો જોઇએ એને વિશે વક્તવ્ય આપવામાં આવશે. આ ઉપરાંત કલ્પસૂત્ર, આત્મશક્તિ, મહાવીર જીવનના રહસ્યો, નમસ્કાર મહામંત્રની અનન્ય સૃષ્ટિ, ગણધરવાદ, જૈનધર્મની પરંપરા અને ક્ષમાપના જેવા જુદા જુદા વિષયો પર ઓનલાઇન વક્તવ્યો થશે. વળી ઇંગ્લેન્ડની વન જૈન સંસ્થા દ્વારા જુદા જુદા 31 એસોસિએશનો દ્વારા જૈન સંદેશ આપતો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer