વરણુ જાગીરના મહંતની નિયુક્તિ બાદ તિલકવિધિ

વરણુ જાગીરના મહંતની નિયુક્તિ બાદ તિલકવિધિ
પલાંસવા, તા. 11 : રાપર તાલુકાના વરણુ જાગીરના મહંત જગદીશગિરિ બાપુ બ્રહ્મલીન થતાં તેમની જગ્યાએ મહંત નિયુક્ત થયેલા મનહરગિરિજીની તિલકવિધિ (ચાદરવિધિ) નોંધાઇ હતી. બ્રહ્મસમાજના આગેવાન રઘુરામ મહારાજના હસ્તે તિલકવિધિ કરાઇ હતી. આ પ્રસંગે આડેસર જાગીરના દશરથસિંહ જાડેજા, વરણુ સરપંચ રમેશભાઇ વટણવા, આહીર જીવણભાઇ જલાજી, જીવણ ભીમા આહીર, નોંઘા દેવદાન આહીર, બાબુ ભચા આહીર, માણસુર પુના આહીર-તા.પ. સભ્ય, ખીમા પુંજા આહીર, નારાણ ભીમા આહીર, ગઢવી સામતદાન, હિન્દુભાઇ ભરવાડ, પ્રભુદાન ગઢવી સહિત સુખપર, આડેસર,  લખાગઢ, ટગા તેમજ આસપાસના આગેવાનો હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer