પૂર્વ કચ્છમાં 35 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 11 : કોરોનાના વધેલા સંક્રમણનાં પગલે પૂર્વ કચ્છમાં વધુ 35 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.રાપર તાલુકાના ફતેહગઢના વાણિયાવાસ, ભચાઉના હિંમતપુરા જૂના બસ સ્ટેશન પાસેનો વિસ્તાર, નંદગામના મ્યાત્રાવાસ, આધોઈના સેક્ટર 4-5, રાપરના અંધજન વિકલાંગ કેન્દ્ર - ચિત્રોડ રોડ, ઉલેટવાસ, પાવરહાઉસ વિસ્તાર, ભચાઉના ફૂલવાડી તેમજ પાર્શ્વ સિટી વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોમ ડિલિવરીથી પૂરી પડાશે.એ જ રીતે અંજાર, આદિપુર અને ગાંધીધામમાં વધુ 25 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.તેમાં ગાંધીધામના ગણેશનગર, શક્તિનગર, આદિપુરની રોયલ પાર્ક સોસાયટી, ઈફ્કો સોસાયટી, ગળપાદર - ભવાનીનગર, લીલાશાનગર, વોર્ડ 12-સી, નવી સુંદરપુરી, ભારતનગર, હેમુ કોલોની, ધોબીઘાટ સહિતને આવરી લઈ અહીં જ્યાં જ્યાં પણ  પોઝિટિવ કેસ નોંધાયા તેના નિયત કરાયેલા વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ અમલી બનાવાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer