ભુજના દ્ધિધામેશ્વર મંદિરને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળી

ભુજ, તા. 11 : શહેરના દ્ધિધામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવાની ગત તા. 17/7ના અરજી કરી હતી. જેમાં એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ભુજ શહેર દ્વારા લાઉડ વગાડવાથી વિષાણુ નીકળવાના કારણે કોરોના સંક્રમણની સંખ્યા વધતી હોવાથી અરજી સ્વાકરી ન હતી. જેના પગલે ભારે વિરોધ થયો હતો. આજે વિશ્વ હિન્દુ પરિષદે પણ વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ અંતે તંત્ર દ્વારા સરતચૂક અને કલેરીકલ ક્ષતિના કારણે પરવાનગી રદ કરી હોવાનું જણાવી સુધારા હુકમ કરીને મંજૂરી આપી દીધી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer