કોવિડ 19 સામેનો જંગ લડતા તમામ યોદ્ધાઓને સરકાર બિરદાવી રહી છે

કોવિડ 19 સામેનો જંગ લડતા તમામ  યોદ્ધાઓને સરકાર બિરદાવી રહી છે
ભુજ, તા. 10 : અચાનક આવી પડેલી વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19માં સંકળાયેલા તમામ સેવાકર્મીઓ તેમની નિષ્ઠા અને ફરજ નિભાવવા માટે પ્રશંસનીય છે. ભગવાનરૂપે દર્દીઓ વચ્ચે ખડેપગે તૈનાત રહેતા આરોગ્ય, પોલીસ, સફાઇ, શિક્ષણ, પંચાયત, પુરવઠા, મીડિયા તેમજ સંબંધિત દરેક વિભાગના દરેક સેવાકર્મીઓને સરકાર બિરદાવે છે તેવું શિક્ષિણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં પીપીઇ કિટ વિતરણ ટાણે કહ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડા અને ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની ગ્રાન્ટમાંથી ઇન્ડિયન મેડિકલ એસો.ભુજ દ્વારા અપાતી આ કિટ માટે તેમનો આભાર મનાયો હતો. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજે ચાર વર્ષ પૂર્ણ થયા તે માટે કચ્છની પ્રજા વતી અભિનંદન પાઠવી કચ્છના કોરોના વોરિયર્સ અને શિક્ષકોનો પણ શ્રી ચૂડાસમાએ આભાર માન્યો હતો અને નર્સોની કામગીરી પણ બિરદાવી હતી. સ્વાગત પ્રવચનમાં સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે જણાવ્યું હતું કે, સાંસદ વિનોદભાઇ ચાવડાની કોરોના વોરિયર્સ માટે અપાયેલી રૂા. 90 લાખની ગ્રાન્ટમાંથી રૂા. 60 લાખની વિવિધ કોરોના કિટનું આરોગ્ય, આર્મી અને જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં વિતરણ કરાયું છે જ્યારે ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની રૂા. 10 લાખની ગ્રાન્ટમાંથી એરકન્ડિશન મશીન, રેફ્રીજરેટર, હવામાંથી ઓકિસકોન્સનરેશન હાઇફલોનેઝલ કેન્યુલા જેવા કોરોના દર્દીઓ માટેના વિવિધ ઇક્વિપમેન્ટ અને સાવચેતી કિટ માટે વાપરવામાં આવી છે. આ તકે સાંસદ શ્રી ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન ઉપરાંત દિલીપભાઇ ત્રિવેદી, કે. સી. પટેલ, ભરતભાઇ સંઘવી તેમજ આર્મી રેજિમેન્ટના પ્રતિનિધિ શ્રી રાવળ, કલેકટર પ્રવીણા ડી. કે., જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી, ડો. પ્રેમકુમાર કન્નર, ડો. કશ્યપ, સુપરિ. શ્રી ભાદરકા, આઇ. એમ. એ. ભુજના વનીલ શાહ, વિજય ગોસ્વામી, હોસ્પિટલના નર્સ અગ્રણીઓ, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલારા જેલ પ્રતિનિધિ શ્રી ગોહેલ, મુંદરા એલાયન્સ કોવિડ હોસ્પિટલ, મિલિટરી, કોસ્ટ ગાર્ડ, એરફોર્સ પ્રતિનિધિઓને કોરોના કિટ અર્પણ કરવામાં આવી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer