જવાહરનગર નજીકથી છ લાખની જીપકાર કોઇ તસ્કર હંકારી ગયા

ગાંધીધામ, તા. 10 : તાલુકાના ચુડવાની સીમમાં જવાહરનગરમાં એક કંપની પાસેથી રૂા. 6,10,000ની બોલેરો ગાડીની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. બીજી બાજુ અંજારના દેવળિયા નાકા વિસ્તારમાં રૂા. 8000ની રિક્ષા કોઇ શખ્સો તફડાવી ગયા હતા. આદિપુરના વોર્ડ 4-બી વિસ્તારમાં રહેતા આનંદ જ્ઞાનચંદ દાસવાણીએ બોલેરો ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. જથ્થાબંધ બિસ્કિટ, ચોકલેટનો વેપાર કરતા આ આધેડે પોતાની બોલેરો ગાડી નંબર જી.જે. 12 બી.વી. 7404વાળી પોતાના મિત્ર પડાણાના ધનજી શંભુ આહીરને આપી હતી. ધનજી આહીરનો ડ્રાઇવર અનિલ રામજી પરમાર આ ગાડી ચલાવતો હતો. આ ચાલકે ગત તા. 8/8ના રાત્રે 9 વાગ્યે જવાહરનગર વિશાલ કેમ ફૂડ કંપની પાસે ચાની હોટલ સામે બોલેરો ગાડી પાર્ક કરી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. દરમ્યાન, ગઇકાલે સવારે આ ચાલક બોલેરો લેવા જતાં તે ક્યાંય દેખાઇ નહોતી. પોલીસે જણાવ્યું હતું કે, તસ્કરોએ ગમે તે રીતે બોલેરોના દરવાજા ખોલી તેને ચાલુ કરી તેની ચોરી કરીને નાસી ગયા હતા. બીજી બાજુ અંજારના દેવળિયા નાકા પાસે આવેલી હાજીપીરની દરગાહ પાસેથી રિક્ષા ચોરી જવાઇ હતી. અબ્દુલ રમજુ બાયડે આ જગ્યા ઉપર પોતાની મુસાફર રિક્ષા નંબર જી.જે. 12 ડબલ્યુ. 0231 કિંમત રૂા. 8000વાળી પાર્ક કરી હતી. દરમ્યાન કોઇ શખ્સોએ તેની ચોરી કરી હતી. ગત તા. 14-7થી 15-7 દરમ્યાન બનેલો આ બનાવ આજે પોલીસ ચોપડે ચડયો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer