નાના વરનોરાના ગૌહત્યાના આરોપી વિરુદ્ધ પાસાનું શત્ર

ભુજ, તા. 9 : તાલુકાના નાના વરનોરાનો ગૌવંશ જીવોની ક્રૂરતાપૂર્વક કતલ કરી તેના માંસનું વેચાણ કરવાની પ્રવૃત્તિ કરતો ડાડા ઉર્ફે જુમા સુમાર મમણની પાસા વિરુદ્ધની દરખાસ્ત મંજૂર થતાં તેને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથાલિયા તથા પોલીસ અધીક્ષક સૌરભસિંઘની સૂચનાના પગલે નાના વરનોરાના ગૌહત્યા અને તેના માંસના વેચાણ માટે પંકાયેલા આરોપી ડાડા ઉર્ફે જુમા સુમાર મમણની પાસાની દરખાસ્ત તૈયાર કરી કલેકટરને મોકલતાં તે મંજૂર થતાં એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એસ. જે. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પાસા વોરંટની બજવણી કરી આરોપી ડાડાને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું એલસીબીની યાદીમાં જણાવાયું છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer