નિવૃત્ત સરકારી કર્મચારીઓ સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે તકેદારી રાખે

ભુજ, તા. 10 : હાલ નિવૃત્ત થયેલા કે નિવૃત્તિને આરે આવીને ઊભેલા સરકારી કર્મચારીઓ ઈન્ટરનેટથી સુપેરે પરિચિત નથી હોતા, આનો ગેરલાભ સાયબર ક્રિમિનલો ઉઠાવી રહ્યા છે. આમ આવા ગુનાની પદ્ધતિ અને ધ્યાન રાખવાની બાબતો સરહદી વિભાગના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન-ભુજે જાહેર કરી છે. સાયબર ક્રાઈમ પોલીસે જાહેર કરેલી અખબારી યાદી મુજબ સાયબર ક્રિમિનલોની ગુનો આચરવાની પદ્ધતિ વિશે જણાવ્યું છે કે, આવા ક્રિમિનલો સૌપ્રથમ તમારા વિશે શક્ય તેટલી માહિતી એકત્ર કરી તમને ફોન કરશે અને તેઓ સરકારી તિજોરી ઓફિસમાંથી બોલે છે તેવું જણાવી તમને વિશ્વાસમાં લઈ તમારું નામ, જન્મ તારીખ, તમે કયા વિભાગમાં ફરજમાં હતા તે પૂછશે. ત્યારબાદ તમારા પેન્શનમાં સુધારો કરવો છે તેમ કહી તમારા બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ અને અન્ય નાણાકીય વ્યવહારોની માહિતી પૂછી લે છે. આથી ધ્યાન રાખવા બાબતો વિશે સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું છે કે, તમારા બેન્ક એકાઉન્ટના પાસવર્ડ કે બેન્ક કાર્ડના પિન નંબર કોઈને પણ આપવા નહીં, આવા ફોન આવે તો બિનજરૂરી વાતો ન કરવી અને ફોન તુરંત કાપી નાખવો. પરંતુ જો આપ સાયબર ક્રાઈમનો ભોગ બની ચૂક્યા હો તો તુરંત જ ભુબયભિશિળય.લજ્ઞદ.શક્ષ પર અથવા નજીકના પોલીસ મથકમાં જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer