દેવપર (ગઢ)માં વીજપ્રપાતથી 50થી વધુ ઘરોના ઉપકરણોને નુક્સાન

દેવપર (ગઢ)માં વીજપ્રપાતથી 50થી વધુ ઘરોના ઉપકરણોને નુક્સાન
દેવપર (ગઢ), તા. 6 : માંડવી તાલુકાના દેવપર ગઢ ગામે ગત મધરાત્રે 2.20ના અરસામાં મહેશ્વરી ફળિયામાં મોટા કડાકા સાથે પીજીવીસીએલના લાઇનમેન લખમશી ભોઇયાના ઘર પર વીજળી પડતાં આસપાસના 50થી વધુ ઘરોના મોટાભાગના વીજઉપકરણો બળી જવા સાથે વીજલાઈનને પણ મોટી નુકસાની થઈ હતી. વીજળી એટલા મોટા અવાજ સાથે પડી કે આસપાસના વિસ્તારના લોકો સફાળા જાગી ગયા હતા. વીજ પ્રપાતના કારણે કેટલાક મકાનોમાં દીવાલને પણ નુકસાન થયાનું જાણવા મળ્યું છે. પીજીવીસીએલ દ્વારા પણ નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer